Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bomb Blast Threat: ગીર સોમનાથની વેરાવળ કોર્ટમાં બોમ્બનો મળ્યો ઇ-મેઈલ

ઇ-મેઈલને પગલે ડોગ સ્ક્વોડ અને પોલીસ દ્વારા તપાસ કોર્ટમાં બોમ્બ હોવાનો મેઈલ મળતા ખળભળાટ વકીલો અને કોર્ટનો સ્ટાફ કોર્ટ પરિસરની બહાર એકઠો થયો Bomb Blast Threat: ગીર સોમનાથની વેરાવળ કોર્ટમાં બોમ્બનો મેઈલ મળ્યો છે. જેમાં મેઈલને પગલે ડોગ સ્ક્વોડ...
bomb blast threat  ગીર સોમનાથની વેરાવળ કોર્ટમાં બોમ્બનો મળ્યો ઇ મેઈલ
Advertisement
  • ઇ-મેઈલને પગલે ડોગ સ્ક્વોડ અને પોલીસ દ્વારા તપાસ
  • કોર્ટમાં બોમ્બ હોવાનો મેઈલ મળતા ખળભળાટ
  • વકીલો અને કોર્ટનો સ્ટાફ કોર્ટ પરિસરની બહાર એકઠો થયો

Bomb Blast Threat: ગીર સોમનાથની વેરાવળ કોર્ટમાં બોમ્બનો મેઈલ મળ્યો છે. જેમાં મેઈલને પગલે ડોગ સ્ક્વોડ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. તેમાં કોર્ટમાં બોમ્બ હોવાનો મેઈલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે વકીલો અને કોર્ટનો સ્ટાફ કોર્ટ પરિસરની બહાર એકઠો થયો છે.

ધમકીભર્યા ઇમેલની જાણ થતાં કોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોટા શહેરોમાં જેમાં ખાસકરીને અમદાવાદ, સુરત, અને વડોદરા જેવા મોટા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી રહી છે. અગાઉ શુક્રવારે (7 જુલાઇ) વડોદરાની બે અલગ-અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે આજે (7 જુલાઇ) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યા ઇમેલની જાણ થતાં કોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવ્યું હતું અને સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisement

વહેલી સવારે ઇમેલ દ્વારા કોર્ટને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી મળી

વેરાવળ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલને આજે વહેલી સવારે ઇમેલ દ્વારા કોર્ટને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીભર્યા ઇમેલ મળતાં જ તેમણે સુરક્ષા એજન્સીને જાણ કરવામાં આવી હતી અને સુરક્ષાને ધ્યાને રાખી કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. બોમ્બની ધમકી મળતાં કોર્ટ પરિસરમાં ભયનો માહોલ છવાયો છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોર્ટમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવતા કોઇ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી.

Advertisement

આ પણ વાંચો:  Gujarat Monsoon: વરસાદને લઇ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો કયા થશે મેઘમહેર

Tags :
Advertisement

.

×