Devayat Khavad અને તેના 6 સાગરિતે મધરાતે 2 વાગ્યે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું
- Devayat Khavad: તાલાલા પોલીસે કરેલી જામીન રદ કરવાની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખી
- કોર્ટે આરોપીઓના જામીન રદ કરવાની સાથે તપાસ માટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- દેવાયત ખવડ અને તેના સાગરિતો સામે લૂંટ, હત્યાની કોશિશ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા
Devayat Khavad: ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેના 6 સાગરિતે મધરાતે 2 વાગ્યે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. તાલાલા પોલીસે કરેલી જામીન રદ કરવાની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી. કોર્ટે આરોપીઓના જામીન રદ કરવાની સાથે તપાસ માટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દેવાયત ખવડ અને તેના સાગરિતો સામે લૂંટ, હત્યાની કોશિશ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસ હવે આરોપીઓની અટકની ઔપચારિક પ્રક્રિયા હાથ ધરશે
પોલીસ હવે આરોપીઓની અટકની ઔપચારિક પ્રક્રિયા હાથ ધરશે. તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. મંજૂર થયેલા 7 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી આચરેલા ગુનાની વિગતો અને પુરાવા એકત્રિત કરશે. જાણીતા લોકડાયરા કલાકાર અને હંમેશાં વિવાદોમાં રહેતા દેવાયત ખવડ (Devayat Khavad) અંગે મોટા સમાચાર આવ્યા છે. ડાયરા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં સતત વધારો થયો છે. માહિતી અનુસાર, દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તાલાલા પોલીસે (Talala Police) રિમાન્ડની માંગ કરી હતી જે કોર્ટે માન્ય રાખી છે. આગામી 17 સપ્ટેમ્બર, 2025 સુધી દેવાયત ખવડના રિમાન્ડ મંજૂર થયા છે.
Devayat Khavad નાં જામીન રદ થયા બાદ રિમાન્ડ મંજૂર થયા
દેવાયત ખવડનાં જામીન રદ થયા બાદ રિમાન્ડ મંજૂર થયા છે. દેવાયત ખવડ પર અમદાવાદનાં યુવક પર હુમલો કરવાનો આરોપ છે. નોંધનીય છે કે, નીચલી કોર્ટના આદેશ સામે પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. દેવાયત ખવડ સહિત આરોપીનાં જામીન રદ કરવા પોલીસે કોર્ટ સમક્ષ અરજી કરી હતી. આથી, જામીન રદ કરવા મુદ્દે સેશન્સ કોર્ટમાં (Veraval Sessions Court) સુનાવણી હાથ ધરાઇ હતી. વેરાવળ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા હતા. ત્યાર બાદ તાલાલા પોલીસે (Talala Police) રિમાન્ડની માંગ કરી હતી.
આખો બનાવ શું હતો ?
ગત તારીખ 12મી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેકવાર ટક્કર મારી હતી. ત્યાર બાદ ગાળો ભાંડી લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. દેવાયત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી.
આ પણ વાંચો: Ahmedabad Accident: શહેરમાં ફરી સામે આવ્યો રફ્તારનો કેર, ઝુંડાલ સર્કલ પાસે નબીરાએ મચાવ્યો આતંક


