Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : પોતાનાં ટેકેદારો AAP માં જોડાયા અંગે જવાહર ચાવડાએ કહી આ વાત

આ અભિયાનનો ભાજપના (BJP) જ ધારાસભ્યે બે દિવસ પહેલા વિરોધ કરી રોજગાર સહાયતા અભિયાનને નાટક ગણાવ્યું હતું.
junagadh   પોતાનાં ટેકેદારો aap માં જોડાયા અંગે જવાહર ચાવડાએ કહી આ વાત
Advertisement
  1. Junagadh નું રાજકારણ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યું!
  2. ભાજપના જ પૂર્વ મંત્રીએ રોજગાર સહાયતા અભિયાન શરૂ કર્યું
  3. જવાહર ચાવડાએ બેરોજગાર લોકો માટે અભિયાન શરૂ કર્યું
  4. રોજગારમાં કયા પ્રકારની મુશ્કેલી પડે છે તે જાણવા અભિયાન
  5. માણાવદરમાંથી રોજગાર સહાયતા અભિયાનનો પ્રાંરભ

Junagadh : જુનાગઢ જિલ્લાનું રાજકારણે સમગ્ર ગુજરાતભરમાં ચર્ચાનો મુદ્દો બન્યું છે. ભાજપ સરકારનાં જ પૂર્વ કેબિનેટ મંત્રી તેમની જ સરકારનાં કાર્યકાળમાં રોજગાર સહાયતા અભિયાન (Rojgar Sahayata Abhiyan) શરૂ કર્યું છે‌. આ અભિયાનનો ભાજપના (BJP) જ ધારાસભ્યે બે દિવસ પહેલા વિરોધ કરી રોજગાર સહાયતા અભિયાનને નાટક ગણાવ્યું હતું.

આ પણ વાંચો - Surat Mill Fire : પલસાણામાં કાપડ મિલમાં ડ્રમ ફાટતા વિકરાળ આગ ભભૂકી ઊઠી, 2 કામદાર લાપતા

Advertisement

Junagadh માં ભાજપના જ પૂર્વ મંત્રીએ રોજગાર સહાયતા અભિયાન શરૂ કર્યું

હાલ ગુજરાતનાં રાજકારણમાં (Gujarat Politics) સૌથી વધુ ચર્ચા નો મુદ્દો બન્યો છે તો જુનાગઢ જિલ્લો અને તેમાંય માણાવદર (Manavadar) વિધાનસભા સીટ, કેમ કે ભાજપ સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી રહેલા જવાહર ચાવડાએ (Jawahar Chavda) બેરોજગાર લોકો માટે રોજગાર સહાયતા અભિયાન શરૂ કર્યું છે. તેમની જ સરકારનાં કાર્યકાળમાં બેરોજગારી મોટી ચિંતા હોવાથી તેમને રોજગારમાં કેવી, કયાં પ્રકારની મુશ્કેલી પડે છે ? તે જાણવા માટે જવાહર ચાવડાએ આજથી તેમના મતવિસ્તાર માણાવદરમાંથી રોજગાર સહાયતા અભિયાન શરૂ કર્યું છે. આ રોજગાર સહાયતા અભિયાનમાં મોટી સંખ્યામાં રોજગારથી વંચિત લોકો જોડાયા છે. તેઓને આશા-અપેક્ષા છે કે જવાહર ચાવડાના રોજગાર સહાયતા અભિયાન થકી તેમને કંઈક નોકરી કે અન્ય લાભ મળશે.

Advertisement

આ પણ વાંચો - Chaitar Vasava : 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવા થશે મુક્ત

ટેકેદારો AAP માં જોડાયા અંગે કહી આ વાત

જવાહર ચાવડા પોતે લડાયક નેતાની છાપ ધરાવે છે. અગાઉ તેઓએ ડાર્ક ઝોન, BPL સહાયતા અભિયાન, પાક વીમો, જમીન ધોવાણ સહિતનાં અનેક અભિયાનો ચલાવી વિપક્ષમાં હોવા છતાં સરકારની આંખ ઉઘાડી હજારો લોકોને તેમનો લાભ અપાવ્યો હતો. તેવા અનેક દાખલાઓ તેણે આપ્યાં છે. હવે, તેઓએ રોજગાર સહાયતા અભિયાન (Rojgar Sahayata Abhiyan) શરૂ કર્યું છે અને તેમાં રોજગાર વંચિત લોકોની તેઓ વાત, મુશ્કેલી, સમસ્યા જાણશે. ત્યારબાદ તેમાં શું કરવું જોઈએ તેના પર મંથન કરશે તેવો દાવો કર્યો છે અને પોતાના અગાઉનાં અભિયાન થકી મળેલી સફળતાઓ ગણાવી વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો છે. સાથે તેમણે તેના પર થતાં આક્ષેપો અંગે કોઈ જવાબ આપ્યો ના હતો. આપ પાર્ટીમાં જવા અંગે તેમણે જણાવ્યું હતું કે, મેં કોઈ આવો નિર્ણય લીધો નથી. સાથે તેમના ટેકેદારો AAP માં જોડાયા છે, ત્યારે તેમણે હસીને જવાબ આપયો હતો કે આ ચર્ચા અસ્થાને છે કોઈ અન્ય પાર્ટીનો ટેકેદાર ભાજપમાં જોડાય તો તેમા જવાહર ચાવડાનું નામ કેમ લેવામાં આવતું નથી, સમય આવશે ત્યારે તમામ સવાલોનાં જવાબ આપીશ.

આ પણ વાંચો - Ahmedabad : રૂપાલી સિનેમા પાસે ગમખ્વાર અકસ્માત, AMTS બસની અડફેટે વૃદ્ધનું મોત

Tags :
Advertisement

.

×