Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ghed Bachavo Padyatra : AAP ના નેતા પ્રવીણ રામ ઘેડ બચાવો પદયાત્રામાં થયા બેભાન

Ghed Bachavo Padyatra : ઘેડ બચાવો પદયાત્રા છેલ્લા 14 દિવસથી ચાલી રહી છે કોયલાણાથી બામણાસા પહોંચતા અચાનક ચક્કર આવ્યા બેભાન થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા Ghed Bachavo Padyatra : આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ બેભાન થયા છે....
ghed bachavo padyatra   aap ના નેતા પ્રવીણ રામ ઘેડ બચાવો પદયાત્રામાં થયા બેભાન
Advertisement
  • Ghed Bachavo Padyatra : ઘેડ બચાવો પદયાત્રા છેલ્લા 14 દિવસથી ચાલી રહી છે
  • કોયલાણાથી બામણાસા પહોંચતા અચાનક ચક્કર આવ્યા
  • બેભાન થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા

Ghed Bachavo Padyatra : આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ બેભાન થયા છે. ઘેડ બચાવો પદયાત્રામાં પ્રવીણ રામ બેભાન થઇ ગયા છે. ઘેડ બચાવો પદયાત્રા છેલ્લા 14 દિવસથી ચાલી રહી છે. તેમાં કોયલાણાથી બામણાસા પહોંચતા અચાનક ચક્કર આવ્યા હતા. બેભાન થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ ઘેડમાં અલગ-અલગ સમસ્યા લઈને લોકો વચ્ચે જાગૃતિ ફેલાવી રહ્યા છે.

છેલ્લા 14 દિવસથી ઘેડમાં ઘેડ બચાવો પદયાત્રા

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ દ્વારા છેલ્લા 14 દિવસથી ઘેડમાં ઘેડ બચાવો પદયાત્રાના છેલ્લા દિવસે કોયલાણાથી બામણાસા પહોંચતી વખતે અચાનક ચક્કર આવતા બેભાન અવસ્થામાં આવ્યા છે. જુનાગઢ એને પોરબંદર જિલ્લાના સાંકળતા ઘેડ વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન 25 કરતાં વધારે ગામો જળબંબાકાર બનતા હોય છે. ત્યારે ઘેડની આ સૌથી જૂની અને વર્તમાન સમયમાં સૌથી વિકટ બનેલી સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ ઘેડ બચાવો પદયાત્રા પર નીકળ્યા છે.

Advertisement

Advertisement

Ghed Bachavo Padyatra : 25 કરતાં વધારે ગામો ચોમાસાના ત્રણ મહિના દરમિયાન વરસાદી પૂરથી અસરગ્રસ્ત

આ ઘેડ બચાવો યાત્રામા પ્રવીણ રામ સાથે રેશમા પટેલ, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત સૌરાષ્ટ્રના અગ્રણી કાર્યકરો તબક્કા વાર યાત્રામાં જોડાઈને યાત્રાને સફળ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો ઘેડ વિસ્તાર પાછલા ત્રણ દસકાથી ચોમાસા દરમિયાન ડુબાડુબ બનતો હોય છે, આ ઘેડ વિસ્તારના 25 કરતાં વધારે ગામો ચોમાસાના ત્રણ મહિના દરમિયાન વરસાદી પૂરથી અસરગ્રસ્ત બનતા હોય છે. ત્યારે ઘેડમાં ભરાતા વરસાદી પાણીને લઈને કોઈ નિરાકરણ નહીં લવાતા કોંગ્રેસ પછી હવે આમ આદમી પાર્ટી પણ ઘેડ બચાવો પદયાત્રા પર નીકળી છે.

ઘેડ બચાવો યાત્રાને સફળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે

આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ યાત્રાની આગેવાની કરી રહ્યા છે, જેમાં તબક્કા વાર આપ નેતા ગોપાલ ઇટાલીયા અને રેશમા પટેલ સહિત સૌરાષ્ટ્ર કચ્છના અગ્રણી કાર્યકરો પણ પદયાત્રામાં જોડાઈને ઘેડ બચાવો યાત્રાને સફળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પાછલા ત્રણ દશકાથી ઘેડના 25 કરતાં વધારે ગામો સમસ્યાથી ઘેરાયેલા જોવા મળે છે, ચોમાસા દરમિયાન પૂરનું પાણી ફરી વળે છે. જે લોકોની ઘરવખરી અને ખેતરને બરબાદ કરી નાખે છે. આ સિવાય ઉનાળા દરમિયાન પીવાના પાણીની વિકટ સ્થિતિ ઊભી થાય છે, જેનું આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા આમ આદમી પાર્ટી દ્વારા ઘેડ બચાવો પદયાત્રા શરૂ થઈ છે.

યાત્રા મઢડા ખાતે પૂર્ણ થવા જઈ રહી છે

આ યાત્રા 14 દિવસ સુધી ઘેડના વિવિધ અસરગ્રસ્ત ગામોમાં ફરીને ખેડૂતો અને લોકોના પ્રતિભાવો લેખિતમાં મેળવીને તેને તંત્રમાં મોકલવાનું આયોજન પણ થયું છે. યાત્રા મઢડા ખાતે પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે કોયલાણાથી બામણાસા પહોંચતા અચાનક ચક્કર આવ્યા હતા. બેભાન થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.

આ પણ વાંચો: Gandhinagar: દહેગામમાં અપહરણ કેસમાં રોજેરોજ નવા ખુલાસા, યુવતીએ આપ્યું ચોંકાવનારુ નિવેદન

Tags :
Advertisement

.

×