Girnar Parikrama 2025: જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા, જાણો ક્યારે થશે શરૂ
- Girnar Parikrama 2025: વિવિધ સુવિધા મળી રહે તે માટે પૂર્ણ તૈયારી કરવામાં આવી
- ચાલીને ગિરનાર પર્વતની પરિક્રમા કરવામાં આવે છે
- કુદરતી સૌંદર્યનો નજારો જોવાનો લાહવો મળે છે
Girnar Parikrama 2025 : જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા જોવા મળે છે. જેમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે. જેમાં આ વખતે 1 નવેમ્બરથી લીલી પરિક્રમા શરુ થશે. યાત્રામાં લાખોની ભીડ ઉમટવાની છે, ત્યારે સુરક્ષા અને સેવાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. જેને લઈને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
ચાલીને ગિરનાર પર્વતની પરિક્રમા કરવામાં આવે છે
ગિરનાર લીલી પરિક્રમાનું ખાસ મહત્વ છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પુનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા છે, જેમા મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરવા આવે છે. ગીર જંગલમાંથી પ્રસાર થતા રસ્તા પર ચાલીને ગિરનાર પર્વતની પરિક્રમા કરવામાં આવે છે. ગિરનાર લીલી પરિક્રમા માત્ર એક ધાર્મિક યાત્રા જ નહીં પણ કુદરતના ખોળે રહેવાનો, આસ્થા અને એડવેન્ચરનો અદભુત અનુભવ બની રહે છે.
Girnar Parikrama 2025: વિવિધ સુવિધા મળી રહે તે માટે પૂર્ણ તૈયારી કરવામાં આવી
ગિરનાર લીલી પરિક્રમા હિંદુ પંચાગ મુજબ દર વર્ષે કારતક સુદ અગિયારસ થી પુનમ સુધી થાય છે. 5 દિવસની લીલી પરિક્રમ કરવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ગિરનાર આવે છે. આ વખતે 1 નવેમ્બર, 2025 સોમવારે શરૂ થશે અને 5 નવેમ્બર ગુરુવારે સમાપ્ત થશે. ઘણી વખત પરિક્રમાવાસીઓની ભીડને ધ્યાનમાં રાખી 1-2 દિવસ વહેલા પર ગિરનાર પરિક્રમા શરૂ થઇ જાય છે. ગિરનારની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ-ફોરેસ્ટ જવાન તૈનાત કરાશે. જેને લઈને કલેક્ટર કચેરીએ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાત્રિકોને પરિક્રમામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને વિવિધ સુવિધા મળી રહે તે માટે પૂર્ણ તૈયારી કરવામાં આવી છે.
કુદરતી સૌંદર્યનો નજારો જોવાનો લાહવો મળે છે
ગિરનારની લીલી પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રિકો આવવાના છે, ત્યારે એસટી વિભાગ દ્વારા 250 વધારાની બસ મુકવામાં આવશે. જ્યારે એસટી બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી જવા માટે 60 મિની બસ મુકાશે. લીલી પરિક્રમા ગિરનાર પર્વતની ફરતે જંગલ માંથી પસાર થઇ કરવામાં આવે છે. ગિરનાર લીલી પરિક્રમા 36 કિમી હોય છે, જે ચાલીને થાય છે. લીલી પરિક્રમા દરમિયાન ગીરના જંગલની અંદર જ શ્રદ્ધાળુઓ માટે જમવા અને સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે. લીલી પરિક્રમામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી સાધુ સંતોથી લઇ સામાન્ય લોકો આવે છે. રાત્રે સંત સત્સંગ અને ભજન કાર્યક્રમ પણ યોજાય છે. લીલી પરિક્રમા દરમિયાન લોકોને ગીર જંગલની અંદર પ્રકૃતિના ખોળે રહેવાનો અને કુદરતી સૌંદર્યનો નજારો જોવાનો લાહવો મળે છે.
આ પણ વાંચો: Ahmedabad: સોલા સિવિલની મહિલા ડોક્ટરનું સાઇકિયાટ્રિસ્ટ સાથે કાઉન્સેલિંગ શરૂ