Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gopal Italia : ગોપાલ ઈટાલિયાની ચેતવણી! સભામાં કહ્યું- કિરીટ પટેલની ગુલામી કરનારા..!

ગોપાલ ઈટાલિયા 17,581 મતથી જીત્યા છે. તેમને કુલ 75,906 મત મળ્યા છે. BJP ના કિરીટ પટેલને 58,325 મત મળ્યા છે.
gopal italia   ગોપાલ ઈટાલિયાની ચેતવણી  સભામાં કહ્યું  કિરીટ પટેલની ગુલામી કરનારા
Advertisement
  1. વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત (Gopal Italia)
  2. ગોપાલ ઈટાલિયાએ વડાલી ગામે સભા સંબોધી
  3. અધિકારીઓ સુધરી જજો : ગોપાલ ઈટાલિયા
  4. "કિરીટ પટેલની ગુલામી કરી તે પ્રજાની માફી માંગે"
  5. "મત આપ્યો છે અને નથી આપ્યો તમામને વંદન"

Junagadh : વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં (Visavadar Assembly by-Eelection) આમ આદમી પાર્ટીનાં (AAP) ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે. તેમણે ભાજપના કિરીટ પટેલ (Kirit Patel) અને કોંગ્રેસનાં નીતિન રાણપરિયાને હરાવી આ જીત મેળવી છે. જીત બાદ ગોપાલ ઇટાલિયાનું (Gopal Italia) નિવેદન સામે આવ્યું છે. વડાલી ખાતે યોજાયેલ સભામાં તેમણે કહ્યું કે, અધિકારી ઓ સુધરી જજો... જેમણે પણ કિરીટ પટેલની ગુલામી કરી છે તે પ્રજાની માફી માંગે.

ગોપાલ ઈટાલિયાનો હુંકાર! કહ્યું- અધિકારીઓ સુધરી જજો..!

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં AAP નાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની (Gopal Italia) ભવ્ય જીત થઈ છે. વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા 17,581 મતથી જીત્યા છે. તેમને કુલ 75,906 મત મળ્યા છે. જ્યારે, BJP ના ઉમેદવાર કિરીટ પટેલને 58,325 મત મળ્યા છે. કોંગ્રેસના (Congress) ઉમેદવારને વિસાવદરમાં 5,491 મત જ મળ્યા છે. ચૂંટણી વિજય બાદ ગોપાલ ઇટાલિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અધિકારીઓને ચેતવણી આપી છે! વડાલી ખાતે યોજાયેલ સભામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, અધિકારીઓ સુધરી જજો... જેમણે પણ કિરીટ પટેલની ગુલામી કરી છે તે પ્રજાની માફી માગે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Gujarat AAP: ભાજપને માત્ર આમ આદમી પાર્ટી જ હરાવી શકે - આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી

'તમારા વિશ્વાસે મને જીત અપાવી, આ મારી નથી તમારી જીત છે'

ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, જેમણે પણ મત આપ્યો છે અને નથી આપ્યો તમામને વંદન. જનતાને સંબોધિત કરતા કહ્યું કે, તમારી સામે સૌથી મોટો પડકાર હતો. પરંતુ, તમારા વિશ્વાસે મને જીત અપાવી છે. આ મારી નહીં તમારી જીત છે. વિસાવદરની જનતાએ AAP પર ભરોસો મુક્યો તે બદલ આભાર. ઇશ્વર મને કામ કરવાની શક્તિ આપે. સભા પહેલા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, AAP ના તમામ નેતા, કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે. એક તરફ સત્તાનું અભિમાન હતું, બીજી તરફ દુઃખી પ્રજાનાં આશીર્વાદ હતા. મારી યુવનાનો અપીલ છે કે આગળ આવો અને આત્મા જગાડો. આજથી ગુજરાતમાં ક્રાંતિનાં બીજ રોપાઈ ગયા છે.

આ પણ વાંચો - કડીમાં ભાજપની ભવ્ય જીત મુદ્દે નીતિન પટેલે કહ્યું - વિશ્વાસ હતો અને ભવિષ્ય માટે પણ છે

'ભગવાને પણ વરસાદ વરસાવી અમને આશીર્વાદ આપ્યા'

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, વિસાવદરની (Visavadar) ચૂંટણી એ માઈલસ્ટોન સમાન ચૂંટણી છે. સત્તા, પૈસા, દારૂ, ગુંડાઓની તાકાત સૌથી મોટી તાકાત નથી. આમ આદમીના સંકલ્પની તાકાત સૌથી મોટી તાકાત છે. તેમણે આગળ કહ્યું કે, ભગવાને પણ વરસાદ વરસાવી અમને આશીર્વાદ આપ્યા છે. મને જે મોટી જવાબદારી મળી છે, તેના માટે ભગવાન મને શક્તિ આપે.

આ પણ વાંચો - Gujarat Results of by-Election: વિસાવદરમાં ભાજપનો મોટો ઝટકો, AAPના ગોપાલ ઈટાલિયાની જીત

Tags :
Advertisement

.

×