Gujarat Lion: રાજ્યમાં સિંહોના મૃત્યુના ચોંકાવનારા આંકડાઓ આવ્યા સામે
- Gujarat Lion: 268 સિંહોના કુદરતી રીતે મૃત્યુ થયા
- 39 સિંહોના અકસ્માતે મૃત્યુ થયા છે
- 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહોના મૃત્યુ થયા
Gujarat Lion: ગુજરાત રાજ્યમાં સિંહોના મૃત્યુના આંકડાઓ સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહોના મૃત્યુ થયા છે. જેમાં 268 સિંહોના કુદરતી રીતે મૃત્યુ થયા છે. 39 સિંહોના અકસ્માતે મૃત્યુ થયા છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા સવાલ પર સરકારનો જવાબ મળ્યો છે. જેમાં રાજ્યમાં સિંહોના મૃત્યુના આંકડાઓ સામે આવ્યા છે.
ગીર અને ગીરનો રાજા એટલે કે, એશિયાઈ સિંહો આપણું ગૌરવ
ગીર અને ગીરનો રાજા એટલે કે, એશિયાઈ સિંહો આપણું ગૌરવ છે. અને આ ગૌરવવંતા સિંહોને જોવા માટે વિશ્વભરમાંથી પર્યટકો ગીરમાં ફરવા માટે આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગીરમાં સિંહને લઈને ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે. પર્યટકોને સિંહ દર્શન કરાવવા માટે ગેરકાયદેસર લાયન શો યોજવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ઘણી ગીર સફારીમાં પણ સિંહની પજવણી મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
ગુજરાતની શાન સિંહ ધીમે ધીમે લુપ્ત થવાનો ખતરો
સરકાર અને વન વિભાગ પણ થોડા ઘણા અંશે એશિયાઇ સિંહો, રમણિય જંગલ તેમજ વારસાને બચાવવા માટે પ્રત્યનશીલ છે. અને તેના જ લીધે સિંહોની સંખ્યા વધી છે પણ સામે હવે 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહ મોતના સમાચારનો આંકડો આવતા ચિંતાનો વિષય પણ છે કે શું ગુજરાતની શાન સિંહ ધીમે ધીમે લુપ્ત થવાનો ખતરો તોળાઈ રહ્યો છે.
456 દિપડાના મૃત્યુ નોંધાયા હોવાનું ખુલ્યું
સિંહ બાદ ગુજરાતના જંગલોમાં મોટી સંખ્યામાં દીપડાઓનો પણ વસવાટ જોવા મળે છે. ત્યારે અગાઉ MLA શૈલેષ પરમારના પ્રશ્ન પર સરકારે આંકડાકીય જવાબ આપ્યો હતો. રાજ્યમાં બે વર્ષમાં 456 દિપડાના મૃત્યુ નોંધાયા હોવાનું ખુલ્યું છે. 201 દિપડા અને 102 બાળ દિપડાના કુદરતી મોત થયા છે. 115 દિપડા અને 38 બાળ દિપડાના અકુદરતી મૃત્યુ થયું છે.
વર્ષ 2023માં 225 તો વર્ષ 2024માં 231 દિપડાના મૃત્યુ
વર્ષ 2023માં 225 તો વર્ષ 2024માં 231 દિપડાના મૃત્યુ થયા છે. સરકારે મૃત્યુ ઘટાડવા લીધેલા પગલાની વિગતો જાહેર કરી છે. 2022માં 55 સિંહ, 62 બાળ સિંહ જ્યારે 2023માં 58 સિંહ, 64 બાળ સિંહના મૃત્યુ થયા છે. જેમાંથી 2022માં 48 સિંહ-56 બાળ સિંહના, 44 સિંહ-62 બાળ સિંહના કુદરતી રીતે મૃત્યુ થયા છે. બીજી તરફ 2022માં 7 સિંહ-6 બાળ સિંહ, 2023માં 14 સિંહ- 2 બાળ સિંહના અકુદરતી રીતે મૃત્યુ થયું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.
આ પણ વાંચો: Israel Strike on Qatar: કતારની રાજધાની દોહામાં ઈઝરાયલની એરસ્ટ્રાઈક, હમાસના 5 નેતાઓના મોત


