Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Monsoon: ભારે મેઘની આગાહી વચ્ચે રાજ્યના આ વિસ્તારમાં પડ્યો 12 ઈંચ વરસાદ

Gujarat Monsoon: બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર એરિયા રચાયું છે, જે ટૂંક સમયમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા
gujarat monsoon  ભારે મેઘની આગાહી વચ્ચે રાજ્યના આ વિસ્તારમાં પડ્યો 12 ઈંચ વરસાદ
Advertisement
  • Gujarat Monsoon: બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર એરિયા રચાયું છે,
  • જે ટૂંક સમયમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે
  • મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું એલર્ટ

Gujarat Monsoon: બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર એરિયા રચાયું છે, જે ટૂંક સમયમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ સિસ્ટમ આજે ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થશે. તેથી દેશભરમાં ચોમાસાની પ્રવૃત્તિ વધુ તીવ્ર બનશે. બીજી તરફ, પશ્ચિમ કિનારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

મહેસાણામાં ધરોઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો

વરસાદની આગાહી વચ્ચે મહેસાણામાં ધરોઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. જેમાં હાલમાં ડેમમાં 2431 ક્યુસેક પાણીની આવક થઇ છે. ધરોઈ ડેમની હાલની સપાટી 88.65 ટકા પર પહોંચી છે. તથા ધરોઈ ડેમના વિસ્તારોમાં સિઝનનો 39 ઈંચ વરસાદ છે. તેમજ ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા સિંચાઈ માટે પૂરતો જથ્થો છે. તેમજ જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. જેમાં માંગરોળ અને માળિયા હાટિના પંથકમાં ધોધમાર વરસાદ છે. સવારે બે કલાકમાં જ માંગરોળમાં ત્રણ ઈંચ વરસાદ આવ્યો છે. સવારે બે કલાકમાં માળિયાહાટીનામાં દોઢ ઈંચ વરસાદ છે. તથા વીજળીના કડાકા ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે. આજે જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે.

Gujarat Monsoon: મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદ

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદ છે. વહેલી સવારથી લુણાવાડા અને આસપાસમાં વરસાદ છે. એક દિવસના વિરામ બાદ ફરી મહીસાગરમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ મહીસાગરમાં વરસાદ થતા ડાંગર સહિતના પાકોને જીવતદાન મળ્યું છે. તથા મોડી રાત્રે ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ થઇ છે. ગીરસોમનાથ જિલ્લાના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. વેરાવળમાં 6 ઈંચ, ગીરગઢડામાં 5 ઈંચ વરસાદ, તાલાલા અને ઉનામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં કુલ 12 ઈંચ વરસાદ પડ્યો છે. સુત્રાપાડામાં નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. જેમાં સુત્રાપાડામાં લોકોના ઘરોમાં, બજારોમાં પાણી ભરાયા છે.

આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ, જાણો કયા કેટલો ખાબક્યો મેઘ

Tags :
Advertisement

.

×