Gujarat Rain: સમગ્ર રાજ્યમાં વરસાદ, આ વિસ્તારમાં 2 કલાકમાં 8 ઈંચ રેકોર્ડ બ્રેક મેઘથી જળબંબાકાર
- Gujarat Rain: રાજ્યમાં 4 કલાકમાં 90 તાલુકામાં ધોધમાર વરસાદ
- જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદથી પાણી-પાણી
- મેંદરડામાં 10 અને વંથલીમાં સાડા 5 ઇંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 4 કલાકમાં 90 તાલુકામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદથી પાણી-પાણી થયુ છે. ત્યારે મેંદરડામાં 10 અને વંથલીમાં સાડા 5 ઇંચ વરસાદ પડ્યો છે. મેંદરડામાં 2 કલાકમાં 8 ઇંચ રેકોર્ડ બ્રેક વરસાદ આવ્યો છે. જુનાગઢના કેશોદમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તથા ભાવનગરના મહુવામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ તાલાલા, રાજુલામાં 4 ઇંચ વરસાદ, સૂત્રાપાડા, ગીરગઢડામાં 3 ઇંચથી વધુ વરસાદ સાથે 22 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ છે.
નીચાણવાળા 10 ગામોને હાઈ એલર્ટ જાહેર કરાયા
ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. માણાવદરમાં શહેરની અંદર નદી જેવી સ્થિતિ છે. તેમજ માણાવદરના બાવા વાડી વિસ્તારમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદ છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. વઘઇ, સાપુતારા અને આહવામાં વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં યલો એલર્ટને લઈ તંત્ર એલર્ટ પર છે. તેમજ ભાવનગરના જેસર તાલુકાના બિલા ગામે માલણ નદીમાં ઘોડાપુર આવ્યુ છે. માલણ ડેમ ઓવરફ્લો થતા 46 દરવાજા એક સાથે ખુલ્યા છે. જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. તેમજ નીચાણવાળા 10 ગામોને હાઈ એલર્ટ જાહેર કરાયા છે.
Gujarat Heavy Rain: રાજ્યમાં 2 કલાકમાં 67 તાલુકામાં વરસાદ
Gir Somnathના તાલાલામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ
Bhavnagar ના મહુવામાં 3 ઇંચ વરસાદ વરસ્યો
Junagadh ના વંથલીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો | Gujarat First#GujaratRain #SaurashtraRain #JunagadhRain #GirSomnathRain #BhavnagarRain… pic.twitter.com/TUBtUzSlwm— Gujarat First (@GujaratFirst) August 20, 2025
Gujarat Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. તેમજ કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં કોઝવે પાણીમાં થતા લોકોને હાલાકી પડી રહી છે. કપરાડા તાલુકાના ગાડવી ગામથી ધારણમાળ થઈ બેડપા દાદરા નગર હવેલી તરફ જતો રસ્તો પાણીમાં ડૂબ્યો છે. ગાડવી મૂળગામમાં કોઝવે પર પાણી ફરી વળતા 7 થી વધુ ગામના લોકોને હાલાકી થઇ છે. સ્થાનિકોની વર્ષોથી ઉંચો બ્રિજ બનાવવા માંગ કરી રહ્યાં છે. ત્યારે દર વર્ષે ચોમાસામાં ગામ લોકોને તંત્રના પાપે મુશ્કેલી વેઠવી પડે છે.
આ પણ વાંચો: Surat Rain: સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘો મહેરબાન, અતિભારે વરસાદની આગાહી


