Gujarat Rain: છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 232 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ તાલુકામાં પડ્યો 8 ઇંચ વરસાદ
- Gujarat Rain: ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લામાં વરસાદ
- રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115 ટકા
- જૂનાગઢના માંગરોળમાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો
Gujarat Rain: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૩૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં ૮ ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં ૪-૪ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં ૧૦૧.૯૬ ટકા સરેરાશ વરસાદ વરસ્યો
આજે, તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૫.૧૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ૧૪૦.૨૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૨૦.૧૯ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૫.૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૧.૭૨ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં ૧૦૧.૯૬ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
Bhavnagar ના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત પાણીની આવક
સતત પાણીની આવકને લઈને ડેમના 29 દરવાજા ખોલાયા
ગઈકાલે ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા
ડેમ ઓવરફ્લો થવાના કારણે જિલ્લામાં ખુશીનો માહોલ | Gujarat First#Gujarat #Bhavnagar… pic.twitter.com/RIPrql0GKF— Gujarat First (@GujaratFirst) September 29, 2025
Gujarat Rain: સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ પર
SEOCના અહેવાલ મુજબ સવારે ૮:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૯૭.૩૨ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૯૫.૧૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
Weather Update : સૌરાષ્ટ્રવાસીઓની નવરાત્રી પાણીમાં,
આ વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે | Gujarat First#Saurashtra #Navratri2025 #RainAlert #RainDisruption #NavratriInRain #WeatherUpdate #GujaratFirst pic.twitter.com/1aKgfr1VVq— Gujarat First (@GujaratFirst) September 29, 2025
માછીમારોને તા. ૨૯ સપ્ટેમ્બરથી ૦૨ ઓકટોબર, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૧૫,૯૭૧ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૧,૩૫૧ નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૨૯ સપ્ટેમ્બરથી ૦૨ ઓકટોબર, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat Rain: ગરબાના પાસ લેતા પહેલા અંબાલાલ કાકાને સાંભળી લો...


