Junagadh : AAP નાં પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલની પોલીસે અટકાયત કરી, જાણો શું છે કારણ ?
- જૂનાગઢ AAP નાં પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલની અટકાયત (Junagadh)
- કેન્દ્રીય કૃષિ મંત્રીની મુલાકાત દરમિયાન અટકાયત કરાઈ
- મગફળી કેન્દ્રમાં કાર્યકરો સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા
- કોન્ટ્રાક્ટ પદ્ધતિ તેમ જ મજૂરોને છૂટા કરવા મામલે રજૂઆત કરવાનાં હતા
- કેન્દ્રીય મંત્રીનાં આગમન પહેલા જ પોલીસે રેશ્મા પટેલ, કાર્યકરોની અટકાયત કરી
Junagadh : જુનાગઢમાંથી મોટા સમાચાર આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) નાં પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલની (Reshma Patel) પોલીસે અટકાયત કરી હતી. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) દ્વારા મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાત દરમિયાન કાર્યકરો સાથે રેશમા પટેલ ત્યાં પહોંચ્યા હતા. આથી, તેમની અટકાયત કરાઈ. કેન્દ્રીય મંત્રીનાં આગમન પહેલા જ રેશ્મા પટેલની અટકાયત કરાઈ હતી.
આ પણ વાંચો - Rajkot LokMela : નવી SOP ની જાહેરાત બાદ રાઈડ સંચાલકો સાથે જિ. કલેક્ટર, ક્રાઇમ DCP ની બેઠક
AAP નાં પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલની અટકાયત
પ્રાથમિક માહિતી અનુસાર, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જુનાગઢમાં (Junagadh) મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાતે હતા. જો કે, કેન્દ્રીય મંત્રી પહોંચે તે પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) નાં પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ (Reshma Patel) તેમનાં કેટલાક મહિલા અને પુરૂષ કાર્યકરો, હોદ્દેદારો સાથે કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. દરમિયાન, પોલીસે દ્વારા રેશ્મા પટેલ અને તેમના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો - Bhavnagar : MLA સામે ભ્રષ્ટાચારનાં આક્ષેપ કરવા બદલ જિલ્લા BJP પૂર્વ પ્રમુખને નોટિસ
અમે આ મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર આપીશું : રેશમા પટેલ
આપ મહિલા નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે, મગફળી સંસોધન કેન્દ્ર ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી આવવાનાં હોવાથી મગફળી કેન્દ્રમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંદ કરવા તેમ જ રોજમદાર મજૂરોને છૂટા કરવા મામલે રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા. પરંતુ, દર વખતની જેમ આ વખતે પણ પોલીસ અમારી અટકાયત કરી. મારી સાથે આવેલ મહિલા, પુરુષ કાર્યકરો અને હોદ્દેદારોની પણ પોલીસ અટકાયત કરી. અમે આગામી દિવસોમાં આ મામલે કલેક્ટરને આવેદન પત્ર આપીશું.
આ પણ વાંચો - Junagadh : MLA ગોપાલ ઇટાલિયાનો 'એક્શન અવતાર'! ગ્રામજનો, ખેડૂતો, યુવાનોની સમસ્યા અંગે કરી રજૂઆત


