ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : આલ્ફા હોસ્ટેલનાં માલિક, સંચાલક સામે આખરે કાર્યવાહી! PI ખુદ બન્યા ફરિયાદી

સરકાર તરફથી સી ડિવિઝનનાં PI વત્સલ સાવજ (PI Vatsal Savaj) ફરિયાદી બન્યા છે.
10:41 PM Sep 11, 2025 IST | Vipul Sen
સરકાર તરફથી સી ડિવિઝનનાં PI વત્સલ સાવજ (PI Vatsal Savaj) ફરિયાદી બન્યા છે.
Junagadh_Gujarat_first
  1. Junagadh માં વિદ્યાર્થીને માર મારવા મામલે મોટા સમાચાર
  2. આલ્ફા સ્કૂલની હોસ્ટેલનાં સંચાલક, માલિક સામે આખરે ગુનો દાખલ
  3. હોસ્ટેલનાં માલિક જી.પી. કાઠી સામે ગુનો નોંધાયો
  4. હોસ્ટેલનાં સંચાલક રાજા દાના ઝાલા સામે ફરિયાદ દાખલ

Junagadh : જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની (Alpha International School) હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારવા મામલે મોટા સમાચાર આવ્યા છે. પોલીસે આલ્ફા સ્કૂલની હોસ્ટેલનાં સંચાલક, માલિક સામે ગુનો દાખલ કર્યો છે. મંજૂરી વિના હોસ્ટેલ ભાડે આવી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરકાર તરફથી સી ડિવિઝનનાં PI વત્સલ સાવજ (PI Vatsal Savaj) ફરિયાદી બન્યા છે.

આ પણ વાંચો - Rajkot : જિ. પં.નું સ્થળાંતર શાસકોને ફળી ગયું? લાખોનો ખર્ચ બતાવ્યાનો વિપક્ષી નેતાનો આરોપ

Junagadh માં વિદ્યાર્થીને માર મારવા મામલે આખરે મોટી કાર્યવાહી!

જુનાગઢની (Junagadh) આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને હોસ્ટેલનાં જ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ઢોર માર મારવાની ઘટનામાં આખરે મોટી કાર્યવાહી થઈ છે. માહિતી અનુસાર, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલનાં સંચાલક રાજા દાના ઝાલા અને માલિક જી.પી. કાઠી સામે ગુનો નોંધાયો છે. પોલીસને જાણ કર્યા વગર અને મંજૂર વિના હોસ્ટેલ ભાડે આપવાથી જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. સાથે જ 30 દિવસ CCTV નું બેકઅપ ન રાખવા બદલ પણ કાર્યવાહી કરાઈ રહી છે.

આ પણ વાંચો - Palanpur : થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ : ઈજ્જત બચાવવા યુદ્ધના ધોરણે રિપેરિંગ શરૂ

ત્રણ દિવસ CCTVનું બેકઅપ ન રાખવા બદલ પણ કાર્યવાહી

માહિતી પ્રમાણે, સરકાર તરફે સી ડિવિઝનનાં (C Division Police) પીઆઈ વત્સલ સાવજ ફરિયાદી બન્યા છે. વિદ્યાર્થીને માર મારવાનાં ગંભીર બનાવની પોલીસને જાણ ન કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ દ્વારા આ બંને ગુના હેઠળ કાર્યવાહીની તજવીજ શરૂ કરાઈ છે. જણાવી દઈએ કે, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની (Alpha International School) હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારવાનાં વીડિયો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા, જે બાદ વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. શાળા પ્રશાસન સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ વાલીઓએ ઉચ્ચારી છે.

આ પણ વાંચો - Junagadh : હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે આહીર સમાજ મેદાને! રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

Tags :
Alpha International School HostelC DIVISION POLICE.GUJARAT FIRST NEWSJunagadhPI Vatsal SavajTop Gujarati Newsviral video
Next Article