Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે આહીર સમાજ મેદાને! રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

આજે આ મામલે આહીર સમાજ (Ahir Samaj) દ્વારા કડક કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
junagadh   હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે આહીર સમાજ મેદાને  રેલી કાઢી વિરોધ નોંધાવ્યો
Advertisement
  1. Junagadh ની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા બાબતે રજૂઆત
  2. આહીર સમાજ દ્વારા કડક કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત
  3. વિરોધ રૂપે આહીર સમાજે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો
  4. ગંભીરતાને ધ્યાને રાખી તપાસ કમિટી બનાવાઇઃ કલેક્ટર
  5. આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ માર્યો હતો માર

Junagadh : જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની (Alpha International School) હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારવાનાં વીડિયો વાઈરલ થતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિધાર્થીઓને ઢોર માર મરવાનાં વીડિયો વાઈરલ થતા શાળા પ્રશાસન સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ત્યારે, આજે આ મામલે આહીર સમાજ (Ahir Samaj) દ્વારા કડક કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat Assembly : પ્રશ્નોત્તરી સિલેક્શન, TP મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ! મંત્રી ઋષિકેશ પટેલના જવાબ

Advertisement

Advertisement

આહીર સમાજે કડક કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરી

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢની (Junagadh) આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાની ઘટનાને લઈને આહીર સમાજે ઊગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ ઘટના બાદ આહીર સમાજે (Ahir Samaj) જુનાગઢ જિલ્લા કલેકટરને રજૂઆત કરી, જવાબદારો સામે કડક કાર્યવાહીની માગણી કરી છે. સમાજે આ ઘટનાના વિરોધમાં રેલી કાઢી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. આ ગંભીર મામલાને ધ્યાને લઈને જુનાગઢનાં કલેકટરે તપાસ માટે એક કમિટીની રચના પણ કરી છે.

આ પણ વાંચો - Rajkot : 'હેલમેટ હટાવો' લખી માથે તપેલી પહેરી, કાકાના અનોખા વિરોધનો Video વાઇરલ!

Junagadh જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કમિટી બનાવાઈ

જણાવી દઈએ કે, Junagadh આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવાનાં વીડિયો (Viral Video) સામે આવતા સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનવાની ગંભીરતાને લઈ અધિકારીઓની એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. કમિટી દ્વારા હોસ્ટેલ સંચાલક તેમ જ શાળા સંચાલકનાં નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી તરફ મનપા (JMC) દ્વારા પણ હોસ્ટેલનાં બાંધકામને લઈ નિયમાનુસાર તમામ સુવિધા છે કે નહીં તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Slavery Racket : સાઇબર સ્લેવરીનાં ઇન્ટરનેશનલ રેકેટમાં મોટી સફળતા! બે ગુજરાતી યુવકની દર્દનાક આપવીતી!

Tags :
Advertisement

.

×