Junagadh : જુનાગઢની જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજા આજે કરશે સરેન્ડર?
- Junagadh ની જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજા આજે કરી શકે સરેન્ડર!
- પૂર્વ MLA પોપટલાલ સોરઠીયા હત્યા કેસમાં જેલમાં સરેન્ડર કરી શકે છે
- પોપટલાલનો પરિવારે સજામાફી વિરૂદ્ધ હાઈકોર્ટ ગયો હતો
- હાઇકોર્ટે અનિરુદ્ધસિંહની સજામાફી રદ કરી હતી
Junagadh : પૂર્વ MLA પોપટલાલ સોરઠીયા હત્યા કેસમાં (Popatlal Sorathia Case) રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજા આજે જુનાગઢની જેલમાં સરેન્ડર કરી શકે છે. પોપટલાલ સોરઠીયાના પરિવાર દ્વારા સજામાફી સામે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જે બાદ હાઇકોર્ટે અનિરુદ્ધસિંહની (Aniruddhasinh Jadeja) સજામાફી રદ કરી હતી. હાઈકોર્ટનાં ચુકાદાને અનિરૂદ્ધસિંહે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પડકાર્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટનાં ચુકાદાને યથાવત્ રાખ્યો હતો.
આ પણ વાંચો - મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ માટે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : 2800 કર્મચારીઓને 1400 કરોડ વેતન-લાભ
પોપટલાલ સોરઠીયા કેસમાં Junagadh જેલમાં આજે કરી શકે છે સરેન્ડર!
ગોંડલનાં (Gondal) તત્કાલિન ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યાકાંડમાં (Popatlal Sorathia Case) મોટા સમાચાર આવ્યા છે. રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજા આજે જુનાગઢની જેલમાં (Junagadh Jail) સરેન્ડર કરી શકે છે. જણાવી દઈએ કે, અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજાને સજામાફી મળતા પોપટ સોરઠીયાનાં પ્રપોત્ર હરેશ સોરઠીયાએ હાઇકોર્ટનું શરણું લીધું હતું.ત્યાર બાદ હાઈકોર્ટે (High Court) અનિરુદ્ધસિંહ જાડેજાની કેદની સજા મોફુફી રદ કરી 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડરનો આદેશ કર્યો હતો. જો કે, હાઈકોર્ટનાં આદેશને અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમમાં પડકાર્યો હતો.
આ પણ વાંચો - વડોદરામાં ફરી એકવાર સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ : લોકોએ મીટરને ગણાવ્યું ચીટર
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનાં ચુકાદાને યથાવત્ રાખ્યો હતો
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ કોર્ટે સજા મોકૂફીનો હાઇકોર્ટનો આદેશ ગ્રાહ્ય રાખ્યો હતો. આથી, સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ આજે અનિરુદ્ધસિંહ જાડેજાએ જુનાગઢ જેલમાં સરેન્ડર કરી શકે છે. જણાવી દઈએ કે, ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની સરાજાહેર ગોળી મારી હત્યા કરવાનાં આરોપ હેઠળ અનિરૂદ્ધસિંહ રીબડા છેલ્લાં કેટલાંક વર્ષોથી બાહુબલી તરીકેની છાપ ધરાવે છે. જાન્યુઆરી-2018 માં જેલ મુક્ત થયા બાદ વર્ષ 2020 માં અનિરૂદ્ધસિંહ જાડેજા સામે ઉપરાછાપરી બે કેસ નોંધાયા હતા. જે પૈકી ચાલુ વર્ષે નોંધાયેલા અમિત ખૂંટ આપઘાત કેસમાં (Amit Khunt Case) અનિરૂદ્ધસિંહ રીબડા અને તેમના પુત્ર રાજદીપસિંહ રીબડાને (Rajdeepsinh Ribda) આરોપી બનાવાયા છે.
આ પણ વાંચો - Banaskantha : વાવ પાસે 2.8 તીવ્રતાનો ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાન નહીં


