Junagadh : ઓઝત ડેમ, નારાયણ ધરા સહિત 37 જળાશય પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ, જાણો કારણ
- જૂનાગઢનાં 37 જળાશયો પર પ્રતિબંધ મૂકાયો (Junagadh)
- અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું
- લોકોની સુરક્ષાને લઈને તંત્રે લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય
- વિલિંગ્ડન, ઓઝત ડેમ પર જવા પર મુકાયો પ્રતિબંધ
- નરસિંહ મહેતા સરોવર, નારાયણ ધરા પર પ્રતિબંધ
Junagadh : જુનાગઢ શહેર તેમ જ જિલ્લાનાં 37 જેટલા જળાશયો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને માહિતી આપી છે. લોકોની સુરક્ષા તેમ જ કોઈ ગંભીર દુર્ઘટના ન બને તે માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વિલિંગ્ડન, ઓઝત ડેમ (Ozat Dam), આણંદપુર, બાદલપુર ડેમ, નરસિંહ મહેતા સરોવર (Narsinh Mehta Sarovar), નારાયણ ધરા સહિતનાં જળાશયો ખાતે લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો -Isudan Gadhvi : ઈસુદાન ગઢવીની સામે જ AAP નાં કાર્યકર્તાએ યુવકને ઝીંકી દીધો લાફો! Video વાઇરલ
શહેર તેમ જ જિલ્લાનાં 37 જેટલા જળાશયો પર પ્રતિબંધ
જુનાગઢ (Junagadh) અધિક કલેક્ટર કે.બી. પટેલ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે મુજબ શહેર તેમ જ જિલ્લાનાં 37 જેટલા જળાશયો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર, વિલિંગ્ડન, ઓઝત ડેમ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. આ સાથે આણંદપુર, બાદલપુર ડેમ (Badalpur Dam), શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર, ભવનાથમાં આવેલ નારાયણ ધરા પર પણ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.
આ પણ વાંચો -જોધપુરના શિવભક્તે શિવધામ કોટેશ્વર મંદિરને શુદ્વ ચાંદીનું થાળું ભેટ આપ્યું, ગૌશાળા માટે એક લાખનું આપ્યું દાન
લોકોની સુરક્ષા, કોઈ ગંભીર દુર્ઘટના ન બને તે માટે લેવાયો નિર્ણય
માહિતી અનુસાર, લોકોની સુરક્ષા તેમ જ કોઈ પણ ગંભીર પ્રકારની ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. ચોમાસાની સિઝન ચાલી રહી હોવાથી મોટાભાગનાં જળાશયોમાં વરસાદી પાણીની સારી આવક થઈ છે. સાથે જ તહેવારી સિઝન શરૂ થતા હવે રજાઓનો આણંદ માણવા અને નહાવા માટે લોકો જળાશયો ખાતે જતા હોય છે ત્યારે કોઈ આકસ્મિક કે ગંભીર દુર્ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. અગાઉ જળાશયોમાં ડૂબી જવાથી નાગરિકોનાં મોતની ગંભીર દુર્ઘટનાઓ સામે આવી ચૂકી છે.
આ પણ વાંચો -Vadodara Gambhira Bridge : દરિયામાં ફસાયેલ જહાજને બહાર કાઢવા વપરાતી બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ


