ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : મનપાની ચૂંટણીને લઇ વોર્ડ નંબર-9 પર BJP એ પાર્થ કોટેચાને આપી ટિકિટ

જૂનાગઢની હાઇપ્રોફાઇલ બેઠક તરીકે ચર્ચાતી વોર્ડ નંબર 9, જેમાં ભવનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, ભાજપ માટે મહત્વપૂર્ણ બની છે.
04:03 PM Feb 11, 2025 IST | Hardik Shah
જૂનાગઢની હાઇપ્રોફાઇલ બેઠક તરીકે ચર્ચાતી વોર્ડ નંબર 9, જેમાં ભવનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, ભાજપ માટે મહત્વપૂર્ણ બની છે.
Junagadh BJP Sthanik Swaral Election

Sthanik Swaraj Election : જૂનાગઢની હાઇપ્રોફાઇલ બેઠક તરીકે ચર્ચાતી વોર્ડ નંબર 9, જેમાં ભવનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, ભાજપ માટે મહત્વપૂર્ણ બની છે. અહીંથી દિગ્ગજ ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા ચૂંટણી લડી રહ્યા છે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દ્વારા તેમના રાજકીય પદાર્પણની શરૂઆત થઇ રહી છે. પાર્થ કોટેચાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં ભાજપની જીત વિકાસના એજન્ડા પર આધારિત હોવાનો દાવો કર્યો છે.

ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાએ રાજકીય ડેબ્યુ કર્યું

તેમણે જણાવ્યું કે, તેમને ભવનાથ અને મા આંબાની સેવા કરવાનો અવસર મળ્યો છે. આ સાથે તેમણે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી. નડ્ડા, સી.આર.પાટિલ, ગુજરાતના કર્મનિષ્ઠ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ નેતાઓ,આગેવાનોનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ઉપરાંત, તેમણે પર્યટન વિસ્તારના વિકાસ પર ભાર મૂકતાં કહ્યું કે વધુ પ્રવાસીઓ આ વિસ્તાર તરફ આકર્ષાય, જેથી ક્ષેત્રની ગતિશીલતા વધે. તેમના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર માત્ર જૂનાગઢની જનતા માટે જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના મુલાકાતીઓ માટે પણ મહત્વ ધરાવે છે, અને ભાજપનો લક્ષ્ય વિસ્તારને વધુ વિકસિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને 16 ફેબ્રુઆરીનાં રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરી, 2025 નાં રોજ પરિણામ જાહેર થશે. મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે.

મહત્વની તારીખો

આ પણ વાંચો :  Vadodara : સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાનો બફાટ, દગો કરશો તો તમારા મકાન તૂટી જશે!

Tags :
BJPBJP Leader Controversial StatementGirish KotechaGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Local Body ElectionGujarat Local Body Election BJP Leader Controversial StatementGujarati NewsHardik ShahJunagadhJunagadh BJPJunagadh NewsLocal Body ElectionParth KotechaSthanik Swaral Election
Next Article