ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh BJP : ભાજપ નેતા ગોપાલ ઈટાલિયા પર આફરીન ! સો. મીડિયા પર કર્યા વખાણ

ગઈકાલે બંને નેતાઓની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ફરી એકવાર ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.
10:32 PM Aug 06, 2025 IST | Vipul Sen
ગઈકાલે બંને નેતાઓની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ફરી એકવાર ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.
Gopalitalia_Gujarat_first
  1. જૂનાગઢ ભાજપના નેતા ગોપાલ ઈટાલિયા પર આફરીન થયા! (Junagadh BJP)
  2. ભાજપના નેતા નિલેશ ધૂલેશિયાની સો. મીડિયા પોસ્ટથી રાજકીય ચર્ચા
  3. નિલેશ ધૂલેશિયાએ FB પર ગોપાલ ઈટાલિયાના વખાણ કર્યાં
  4. ગોપાલ ઈટાલિયાએ CM ને મળી પ્રશ્નોની રજૂઆત કરી હતી
  5. ગોપાલ ઈટાલિયાની રજૂઆતને ધૂલેશિયાએ આવકારી

Junagadh BJP : મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (Kantilal Amrutia vs Gopal Italia) વચ્ચે મોરે મોરા અને ચેલેન્જની રાજનીતિએ ભારે ચર્ચા જગાડી હતી. જ્યારે, ગઈકાલે બંને નેતાઓની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ફરી એકવાર ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. દરમિયાન, ભાજપનાં એક નેતા ગોપાલ ઈટાલિયા પર આફરીન થયા છે. ભાજપ નેતાની પોસ્ટે રાજકીય ચર્ચા જગાડી છે.

આ પણ વાંચો - Rajkot : લાખો રૂપિયાની મગફળીની ચોરી કેસમાં પોલીસને મોટી સફળતા, 4 ની ધરપકડ

નિલેશ ધૂલેશિયાએ FB પર ગોપાલ ઈટાલિયાના વખાણ કર્યાં

જુનાગઢ ભાજપના (Junagadh BJP) જાણીતા નેતા નિલેશ ધૂલેશિયાની (Nilesh Dhulesia) એક સોશિયલ મીડિયા પોસ્ટ હાલ ખૂબ વાઇરલ થઈ રહી છે. આ ફેસબુક પોસ્ટમાં તેમણે AAP નેતા ગોપાલ ઇટાલિયાના વખાણ કર્યા છે. ગોપાલ ઈટાલિયાએ CM ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) મળી પોતાનાં મતવિસ્તારનાં નાગરિકોની સમસ્યા અને પ્રશ્નોની રજૂઆત કરી હતી. ગોપાલ ઇટાલિયાની આ રજૂઆતે નિલેશ ધૂલેશિયાએ આવકારી છે. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, 'વાહ ગોપાલભાઈ... જાહેર જીવનમાં આપે ઉઠાવેલ આ વિષયને બિનરાજકીય રીતે મૂલવીએ તો...'

આ પણ વાંચો - Amit Khunt Case : રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો, ગોંડલ કૉર્ટથી મોટો ઝટકો!

"ટીપીનો અંગ્રેજોથી ખરાબ કાળો કાયદો" સહિતનો પોસ્ટમાં ઉલ્લેખ

નિલેશ ધૂલેશિયાની (Nilesh Dhulesia) ફેસબુક પોસ્ટમાં ટીપીનો અંગ્રેજોથી ખરાબ કાળો કાયદો, સરકાર ચૂપ રહે અને સરકારને કંઈ ફેર ન પડે, ખેડૂતોની ખેતીની જમીન 40 ટકા કાપી લેવી, જૂની બિનખેતીમાંથી 20 ટકા જામીન કાપી લેવી સહિતનાં વિવિધ મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરાયો છે. જો કે, આપ નેતા ગોપાલ ઇટાલિયાને આવકારતી ભાજપ નેતા નિલેશ ધૂલેશિયાની આ પોસ્ટથી હવે ભાજપ સંગઠન દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવશે તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Gujarat ATS : મોટો ખુલાસો! મહિલા આતંકી શમા પરવીને પાક. આર્મી ચીફ મુનીરને સંબોધી કરી હતી પોસ્ટ!

Tags :
AAPBJPChallenge PoliticsCM Bhupendra PatelGandhinagarGujarat Politicsgujaratfirst newsKantilal Amrutia and Gopal Italia meetMLA Kantilal AmrutiyamorbiNilesh DhulesiaTop Gujarati NewsVisavadar MLA Gopal Italia
Next Article