Junagadh : BJP અગ્રણી પ્રદિપ ખીમાણી વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડથી થશે સન્માનિત
- Junagadh ભાજપના અગ્રણી પ્રદિપ ખીમાણીને મળશે વધુ એક એવોર્ડ
- ઇન્ડિયા એજ્યુકેશન એકસેલન્સ લીડરશીપ એવોર્ડથી થશે સન્માનિત
- પ્રદીપબાઈ ખીમાણીને 18 મો રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળશે
- શિક્ષણનાં ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે આપવામાં આવશે એવોર્ડ
Junagadh : જુનાગઢ ભાજપના અગ્રણી, શીક્ષણવીદ પ્રદિપ ખીમાણીની (Pradeep Khimani) પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ 'ઇન્ડિયા એજ્યુકેશન એકસેલન્સ લીડરશીપ એવોર્ડ' (India Education Excellence Leadership Award) માટે પસંદગી કરવામાં આવી છે. પ્રદીપભાઈ ખીમાણીને 18 મો રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળશે. 22 ડિસેમ્બરનાં, 2025 નાં રોજ દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાશે, જેમાં ઉપસ્થિત રહેવા માટે પ્રદિપભાઈ ખીમાણીને નિમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad Airport પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ફાયર સ્ટેશનની 3 ગાડી હાલ સ્ટેન્ડ બાય
Junagadh BJP અગ્રણી પ્રદિપ ખીમાણીને મળશે વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ
ધી ઇકોનોમિક ફો હેલ્થ એન્ડ એજ્યુકેશન ગ્રોથ (The Economic for Health and Education Growth) દ્વારા દેશનાં અગ્રણી શિક્ષણવીદોને શિક્ષણનાં ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે દર વર્ષે અપાતા 'INDIA Education Excellence Leadership Award' માટે ગુજરાત ભાજપના અગ્રણી, શીક્ષણનવીદ, સરસ્વતી સ્કૂલનાં સંચાલક તથા પાંચ વિષયમાં એમ.કોમની પદવી મેળવનાર પ્રદિપભાઈ ખીમાણીની (Pradeep Khimani) પસંદગી કરવામાં આવી છે. પ્રદિપ ખીમાણી 1980 થી શિક્ષણક્ષેત્રમાં પ્રદાન આપી રહ્યા છે.
અગાઉ પ્રદિપભાઈ ખીમાણીને મળી ચૂક્યા છે 17 એવોર્ડ
નોંધનીય છે કે, પ્રદિપભાઈ ખીમાણીને આ અગાઉ 17 જેટલા રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળી ચૂક્યા છે, જેમાંલ ભારત જ્યોતિ એવોર્ડ (Bharat Jyoti Award), બેસ્ટ સિટિઝન ઓફ ઇન્ડિયા એવોર્ડ, રાષ્ટ્રીય રત્ન એવોર્ડ, ઇન્દિરા ગાંધી સદભાવના એવોર્ડ, ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધી યર એવોર્ડ (Global Indian of the Year Award) સહિતનાં એવોર્ડ સામેલ છે. 22 ડિસેમ્બર, 2025 નાં રોજ દિલ્હી ખાતે યોજનાર આંતરરાષ્ટ્રીય સેમિનારમાં પ્રદિપભાઈ ખીમાણીને ઉપસ્થિત રહેવા, પ્રવચન આપવા તથા એવોર્ડ સ્વીકારવા માટે નિમંત્રણ મળ્યું છે.


