Junagadh : તંત્રની નબળી કામગીરી સામે BJP ના MLA એ જ મોરચો માંડ્યો!
- જુનાગઢમાં તંત્રનાં નબળા કામને લઈને MLA એ કર્યું મોટું આહ્વાન! (Junagadh)
- જુનાગઢ ભાજપના MLA સંજય કોરડીયાએ તંત્ર સામે માંડ્યો મોરચો!
- ભાજપના MLA એ જ તંત્રનાં નબળા કામ માટે મેદાને આવ્યા
- જુનાગઢમાં રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા વકરતા લખ્યા પત્રો
- ભાજપના વોર્ડ સભ્યોને પત્ર લખી નબળા કામની માગી વિગત
Junagadh : જુનાગઢમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી છે. ત્યારે, જુનાગઢ તંત્રનાં નબળા કામ અંગે ભાજપના MLA સંજય કોરડીયાએ (MLA Sanjay Koradia) મરચો માંડ્યો છે. જુનાગઢમાં રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા વકરતા ધારાસભ્યે ભાજપના વોર્ડ સભ્યોને પત્ર લખી તંત્રનાં નબળા કામની વિગત માગી છે. છેલ્લા એકથી દોઢ વર્ષમાં વિવિધ વોર્ડમાં થયેલા નબળા કામની વિગત માગી છે. સાથે જે વોર્ડમાં નબળી કામગીરી થઈ હોય તેના ફોટા પણ મંગાવ્યા છે.
આ પણ વાંચો - Rajkot : ઉપલેટામાં મકાન ધરાશાયી, એક મહિલાને ગંભીર ઇજાઓ, અન્ય એક કાટમાળમાં દબાઈ
જૂનાગઢમાં તંત્રના નબળા કામને લઈને MLAએ કર્યુ મોટું આહવાન
જૂનાગઢ ભાજપના MLA સંજય કોરડીયાએ તંત્ર સામે માંડ્યો મોરચો
ભાજપના MLAએ જ તંત્રના નબળા કામ માટે મેદાને આવ્યા
જૂનાગઢમાં રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા વકરતા લખ્યા પત્ર
ભાજપના વોર્ડ સભ્યોને પત્ર લખી નબળા કામની માગી વિગત… pic.twitter.com/UJ3BgYz2y7— Gujarat First (@GujaratFirst) July 2, 2025
જુનાગઢ ભાજપના MLA સંજય કોરડીયાએ તંત્ર સામે માંડ્યો મોરચો!
જુનાગઢમાં (Junagadh) તંત્રની ઘોર બેદરકારી અને ઉદાસીનતા સામે હવે ભાજપના MLA સંજય કોરડીયાએ મોરચો માંડ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, જુનાગઢમાં રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા વકરતા નાગરિકો હેરાન-પરેશાન થયા છે. વારંવાર રજૂઆત અને ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા હવે આ મામલે ધારાસભ્ય સંજય કોરડીયા (MLA Sanjay Koradia) મેદાને આવ્યા છે. ધારાસભ્યે ભાજપનાં તમામ વોર્ડ સભ્યોને પત્ર લખી નબળા કામની માહિતી માગી છે.
આ પણ વાંચો - Gujarat Congess : પ્રદેશ પ્રમુખ પદ માટે જહેમત! મલ્લિકાર્જુન ખડગે સાથે MLA વિમલ ચુડાસમાની મુલાકાત
જે વોર્ડમાં નબળી કામગીરી થઈ હોય તેના ફોટા પણ મંગાવ્યા
ધારાસભ્ય સંજય કોરડીયાએ છેલ્લા એકથી દોઢ વર્ષમાં વિવિધ વોર્ડમાં થયેલા નબળા કામની વિગત સભ્યો પાસે માગી છે. વોર્ડ મેમ્બર્સને પત્ર લખી વિસ્તારમાં નબળા કામ થયા હોય તો જણાવવા કહ્યું છે. આ સાથે જે વોર્ડમાં નબળી કામગીરી થઈ હોય તેના ફોટા પણ મંગાવ્યા છે. નબળા કામ અને ગેરરીતિ થઈ હોય તેના પણ રિપોર્ટ મંગાવ્યા છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી જુનાગઢમાં ભૂગર્ભગટર અને રસ્તાનાં કામોની સમસ્યાથી લોકો હેરાન-પરેશાન છે.
આ પણ વાંચો - Rajkot : 'આનું પરિણામ જોવા જેવું આવશે..!' મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો!


