Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : BJP નો ચૂંટણી ઢંઢેરો, ચોરવાડ પહોંચી Gujarat First ની ટીમ, જાણો સ્થાનિકોનો મૂડ!

આ ચૂંટણી ઢંઢેરોમાં ભાજપે (BJP) જુનાગઢમાં આગામી 5 વર્ષમાં વિકાસનાં વિવિધ કાર્યોનાં વાયદા કર્યા છે.
junagadh   bjp નો ચૂંટણી ઢંઢેરો  ચોરવાડ પહોંચી gujarat first ની ટીમ  જાણો સ્થાનિકોનો મૂડ
Advertisement
  1. Junagadh માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો
  2. ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, 5 વર્ષમાં વિકાસનાં કાર્યોનાં કર્યા વાયદા
  3. ચોરવાડમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગરમાવો
  4. સ્વ. ધીરુભાઈ અંબાણીનાં જન્મસ્થળ ચોરવાડ ખાતે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને (Sthanik Swaraj Election) હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. જ્યારે જુનાગઢમાં (Junagadh) મનપાની ચૂંટણીને લઈ BJP એ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરોમાં ભાજપે (BJP) જુનાગઢમાં આગામી 5 વર્ષમાં વિકાસનાં વિવિધ કાર્યોનાં વાયદા કર્યા છે. બીજી તરફ ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ દેશનાં ટોચનાં ઉદ્યોગપતિ સ્વ. ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડ નગરપાલિકા પહોંચી હતી અને ત્યાં ચૂંટણીનો માહોલ કેવો છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

મનપા ચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

જુનાગઢમાં (Junagadh) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે તમામ રાજકીટ પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દરમિયાન, આજે ભારતીય જનતા પાર્ટી (BJP) એ જુનાગઢની મનપાની ચૂંટણીને લઈ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જણાવી દઈએ કે, આ ચૂંટણી ઢંઢેરામાં સત્તારૂઢ પાર્ટીએ આગામી 5 વર્ષ માટે વિવિધ વિકાસ કાર્યોનાં વાયદા કર્યા છે, જે હેઠળ ધોરાજી ચોકડીથી ચોબારી ફાટર સુધીનો રસ્તો ફોરટ્રેક કરવામાં આવશે અને સિટી બસ સેવા જેવી સુવિધાઓ આપવા સહિતનાં વિવિધ વાયદા કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો -Junagadh: 'ભાજપની ચાપલૂસી ન કરો, પટ્ટા ઉતરતા વાર નહીં લાગે' ચૂંટણીમાં કોંગ્રેસ નેતાનું ધમકીભર્યુ નિવેદન

ચોરવાડ પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમ, સ્થાનિકો સાથે કરી વાત

બીજી તરફ મનપા ચૂંટણીનાં માહોલ વચ્ચે ગુજરાત ફર્સ્ટની ટીમ જુનાગઢની (Junagadh) ચોરવાડ નગરપાલિકામાં પહોંચી હતી. જણાવી દઈએ કે, ચોરવાડ દેશનાં ટોચનાં ઉદ્યોગપતિ સ્વ. ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થળ છે. ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમે અહીં નગરપાલિકાની ચૂંટણીને લઈ સ્થાનિકો સાથે વાત કરી હતી અને તેમની માગો જાણવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ રોડની સમસ્યા અને રોજ-બેરોજ પાણીની સમસ્યા થવાનું જણાવ્યું હતું. સાથે જ કહ્યું કે, દરિયાનાં ખારા પાણીનાં કારણે નારિયેળ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. ખારા પાણીથી ખેતીની જમીનમાં પણ પુષ્કળ નુકસાન થયું છે. સફાઈ ન થવાને કારણે સ્થાનિકોને બીમારીનો પણ ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોએ ચોરવાડમાં રોજગારીની તકો ઊભી કરવાની માંગ પણ કરી છે.

આ પણ વાંચો -Gujarat: અંજાર-આદિપુર રોડ પર પોલીસ અને વાહનચાલક વચ્ચે બબાલ, Video સોશિયલ મીડિયામાં Viral

નપા ચૂંટણીમાં ભાઈ સામે જ ભાઈનો જંગ

ઉલ્લેખનીય છે કે, ચોરવાડ (Chorwad) નપામાં છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસનું શાસન છે. ત્યારે હવે વર્તમાન ચૂંટણીમાં ભાઈ સામે જ ભાઈનો જંગ છે. રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા વચ્ચે ચૂંટણી જંગ છે. કોંગ્રેસમાંથી (Congress, ) ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ભાજપ માંથી સાંસદ રાજેશ ચુડાસમા ચૂંટણી મેદાને છે. જો કે, ચોરવાડ ગામની પ્રજા કોણે નગરપાલિકાનું શાસન આપશે એ તો આવનારો સમય જ બતાવશે.

આ પણ વાંચો - Sabarkantha: પ્રાંતિજ-તલોદ નગરપાલિકામાં બળવાખોર અપક્ષોને મદદ કરનારની ખેર નહીં

Tags :
Advertisement

.

×