ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : વિસાવદરમાં કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન, શક્તિસિંહ ગોહીલની Gujarat First News સાથે ખાસ વાતચીત

ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ઉમેદવારને અંતિમ ઘડી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો એક ભાગ છે.
05:44 PM Jun 01, 2025 IST | Vipul Sen
ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ઉમેદવારને અંતિમ ઘડી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો એક ભાગ છે.
Kadi Assembly By-election gujarat first
  1. Junagadh ની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ માહોલ જામ્યો
  2. ગુજરાત કોંગ્રસ દ્વારા વિસાવદરમાં સ્વાભિમાન સંમેલનનું આયોજન
  3. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ, પરેશ ધાનાણી, લલિત વસોયા ઉપસ્થિત રહ્યા
  4. પૂર્વ ધારાસભ્યો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા
  5. શક્તિસિંહ ગોહિલ સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
  6. 'ઉમેદવારને અંતિમ ઘડી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો એક ભાગ'

જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીની તારીખો જાહેર થયા બાદથી દરેક રાજકીય પક્ષ ચૂંટણી જંગની તૈયારીઓમાં લાગ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રસ (Gujarat Congress) દ્વારા વિસાવદરમાં સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ (Shaktisinh Gohil), અનેક મોટા નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. દરમિયાન, શક્તિસિંહ ગોહિલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ઉમેદવારને અંતિમ ઘડી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો એક ભાગ છે.

આ પણ વાંચો - ગુજરાત પેટાચૂંટણીમાં રસપ્રદ મુકાબલો, AAPના ગોપાલ ઇટાલિયાએ વિસાવદરથી ઉમેદવારી નોંધાવી, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ક્યાં?

વિસાવદરમાં ગુજરાત કોંગ્રસનું સ્વાભિમાન સંમેલન યોજાયું

જુનાગઢ જિલ્લાના (Junagadh) વિસાવદરમાં વિધાનસભા પેટાચૂંટણીનો માહોલ જામ્યો છે. બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે તેથી ચૂંટણી (Visavadar Assembly by-Election) વધુ રસપ્રદ બનશે તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. ત્યારે દરેક રાજકીય પક્ષ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિસાવદરમાં સ્વાભિમાન સંમેલનનું (Swabhiman Sammelan) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ, અમિત ચાવડા, ઈન્દ્રનીલ રાજયગુરૂ, પરેશ ધાનાણી, લલિત વસોયા, હીરાભાઈ જોટવા સહિત પૂર્વ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Naran Kachhadia : પૂર્વ સાંસદે અમરેલી SP પર કર્યા આકરા વાકપ્રહાર, હપ્તા લેવાનો કર્યો આક્ષેપ

ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ક્યારેય ચાલ્યો નથી : શક્તિસિંહ ગોહીલ

દરમિયાન, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે (Shaktisinh Gohil) ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉમેદવારનાં નામની જાહેરાત અંગે પૂછતા તેમણે કહ્યું કે, ઉમેદવારને અંતિમ ઘડી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો એક ભાગ છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ક્યારેય ચાલ્યો નથી. AAP પક્ષે હરિયાણામાં કોંગ્રેસને પૂર્ણ સહકાર આપેલ નહીં. જો કે, જિજ્ઞેશ મેવાણીની (Jignesh Mevani) નારાજગી મુદ્દે તેમણે બોલવાનું ટાળ્યું હતું, શક્તિસિંહે કહ્યું કે, જીજ્ઞેશ મેવાણી અમારા પક્ષનાં કાર્યકારી અધ્યક્ષ છે.

આ પણ વાંચો - બકરી ઈદ પહેલાં ફૂટી નીકળેલા ગૌભક્તો કમ લુખ્ખાઓ સામે Ahmedbad Police એ 4 ગુના નોંધ્યા

Tags :
AAPAmit ChavdaGujarat CongressGUJARAT FIRST NEWSHirabhai JotwaIndranil RajyaguruJignesh MevaniJunagadhLalit VasoyaParesh DhananiShaktisinh GohilSwabhiman SammelanTop Gujarati NewsVisavadar Assembly by-Election
Next Article