Junagadh : સિગારેટ પીતા-પીતા ફિલ્મી સ્ટાઇલમાં સગીરને માર મારતા કુલ 7 સામે નોંધાયા ગુના, Video
- Junagadh માં સગીરને માર મારતા વીડિયોનો મામલો
- 5 જેટલા નબીરાઓએ એક સગીરને માર્યો હતો ઢોર માર
- પાંચ સગીર સામે જુવેનાઈલ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
- અન્ય બે યુવાનો સામે મારપીટ અને ધાક ધમકીનો ગુનો
- વેબ સિરીઝ અને ફિલ્મો જોઈ ટોળી બનાવી હોવાનું જાણવા મળ્યું
Junagadh : જુનાગઢ જિલ્લામાં નવરાત્રિના તહેવાર (Navratri Festival 2025) દરમિયાન મારામારી ઘટના બની હતી. રઘુવંશી સમાજનાં ગરબા કાર્યક્રમમાં થયેલી બબાલમાં 5 સગીર અને બે પુખ્ત વયનાં યુવાનોએ એક સગીરને ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. આ મામલે પોલીસે 5 સગીર સામે જુવેનાઈલ એક્ટ (Juvenile Act) હેઠળ ગુનો નોંધાયો છે. જ્યારે, અન્ય બે યુવાન સામે મારપીટ અને ધાક-ધમકીનો ગુનો નોંધાયો છે. પોલીસે હાલ તમામને રાઉન્ડ અપ કરી કાર્યવાહી હાથ ધરી છે. વેબ સિરીઝ અને ફિલ્મો જોઈ ટોળી બનાવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Vadodara : જૈન દેરાસરોને ટાર્ગેટ કરી કિંમતી સામાનની ચોરી કરતી ગેંગનાં 5 ઝડપાયા
Junagadh માં નવરાત્રિમાં સગીરને 5 યુવકોએ ઢોર માર માર્યો હતો
જુનાગઢમાં (Junagadh) નવરાત્રીનાં પર્વ દરમિયાન મધુવન પાર્ટી પ્લોટમાં યોજાયેલ રઘુવંશી સમાજનાં ગરબા કાર્યક્રમમાં મારામારીની ઘટના બની હતી. આ ઘટનાનાં વીડિયો પણ વાઇરલ થયા હતા. વાઇરલ વીડિયોમાં 5 જેટલા નબીરા એક સગીરને ગદડા-પાટુંનો માર, પટ્ટા વડે બેરહેમીથી ઢોર માર મારતા નજરે પડે છે. આ વાઇરલ વીડિયોનાં આધારે પોલીસે 5 સગીર તેમ જ બે પુખ્ય વયનાં યુવાનને રાઉન્ડ અપ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. માહિતી અનુસાર, પોલીસે 5 સગીર સામે જુવેનાઈલ એક્ટ હેઠળ તેમ જ અન્ય બે યુવાન સામે મારપીટ અને ધાક-ધમકીનો ગુનો નોંધાયો છે.
Junagadh: જૂનાગઢમાં સગીરને માર મારતો વીડિયોનો મામલો
5 જેટલા નબીરાઓએ એક સગીરને માર્યો હતો ઢોર માર
મારપીટ કરતા પાંચ સગીર તેમજ બે પુખ્તવયના યુવાનો
પાંચ સગીર સામે જુવેનાઈલ એક્ટ હેઠળ ગુનો નોંધાયો | Gujarat First#Gujarat #Junagadh #MinorAssault #JuvenileCrime #PoliceAction… pic.twitter.com/1eoWEYOrvp— Gujarat First (@GujaratFirst) October 3, 2025
આ પણ વાંચો - Bharuch : 468 કેસમાં જપ્ત 384 કરોડના 8 હજાર કિલો ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ
વેબ સિરીઝ અને ફિલ્મો જોઈ ટોળી બનાવી હોવાનું ખુલ્યું, નોંધાયા ગુના
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મોબાઈલમાં આવતી વેબ સિરીઝ અને ફિલ્મો જોઈ આ લોકોએ પોતાની ટોળકી બનાવી હતી. કોઈ બાબતે મનમાં ખાર રાખી યુવાનોએ રીલ્સ અને ફિલ્મની જેમ સિગારેટ પીતા-પીતા સગીર યુવાનને માર માર્યો હતો. જો કે, હવે આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં પણ સગીરને માર મારવાનો બનાવ બન્યો હતો. ત્યારે હવે વધુ એક એવો બનાવ બનતા શહેર-જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને લઈ સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - Rajkot : 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, સુસાઇડ નોટમાં ચોંકાવનારો ખુલાસો!


