Junagadh : શિક્ષણમંત્રીનો સન્માન સમારોહ બન્યો રાજકીય અખાડો! જવાહર ચાવડાની સલાહ, MLA નો જવાબ!
- Junagadh માં નવા શિક્ષણમંત્રીનાં સન્માન સમારોહમાં ત્રણ તાલીનાં ઢોલ વાગ્યા!
- લાંબા સમય બાદ ભાજપના કાર્યક્રમમાં દેખાયા પૂર્વ મંત્રી જવાહર ચાવડા
- પોતાના વક્તવ્યમાં સિંહ, હંસ અને બગલાની વાત કહી આપી સોનેરી સલાહ
- જવાહર ચાવડાના કટાક્ષ સામે ધારાસભ્ય સંજય કોરડીયાએ આપ્યો જવાબ
- શિક્ષણમંત્રી પ્રદ્યુમનવાજાનો સન્માન સમારોહ હતો કે બળાપો કાઢવાનો સમારોહ?
Junagadh : જુનાગઢમાં નવનિયુક્ત શિક્ષણમંત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં લાંબા સમય બાદ પૂર્વ મંત્રી જવાહર ચાવડા (Jawahar Chavda) ભાજપનાં કોઈ કાર્યક્રમમાં દેખાયા હતા. જો કે, આ સમારોહ રાજકીય અખાડો બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઘણા સમયથી ભાજપના કાર્યક્રમોથી અળગા રહેનારા પૂર્વમંત્રી જવાહર ચાવડાએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પ્રદ્યુમન વાજાને (Pradyuman Vaja) શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં સિંહ, હંસ અને બગલાની વાત કહી સોનેરી સલાહ આપી. જવાહર ચાવડાએ પ્રદ્યુમન વાજાને ટકોર કરી કહ્યું કે, તમારી પાસે હંસ અને બગલા જેવા લોકો આવશે. જો કે, જવાહર ચાવડાના કટાક્ષ સામે ધારાસભ્ય સંજય કોરડીયાએ (Sanjay Koradia) પણ જવાબ આપ્યો હતો.
તમારી પાસે હંસ અને બગલા જેવા લોકો આવશે : જવાહર ચાવડા
વિસાવદરની પેટાચૂંટણી અને છેલ્લા ઘણાં સમયથી ભાજપના કાર્યક્રમોથી અળગા રહેનારા પૂર્વમંત્રી જવાહર ચાવડા (Jawahar Chavda) તાજેતરમાં જુનાગઢમાં યોજાનારા નવનિયુક્ત શિક્ષણમંત્રીનાં સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા. જો કે, આ સમારોહ જાણે રાજકીય અખાડો બની ગયો હતો તેવા દ્રશ્યો સર્જાયા હતા. કાર્યક્રમ દરમિયાન પૂર્વમંત્રી જવાહર ચાવડાએ પ્રદ્યુમન વાજાને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સાથે જ પોતાનાં વક્તવ્યમાં સિંહ, હંસ અને બગલાની વાત કહી સોનેરી સલાહ પણ આપી. તેમણે પ્રદ્યુમન વાજાને ટકોર કરી કહ્યું કે, તમારી પાસે હંસ અને બગલા જેવા લોકો આવશે, તેનું ધ્યાન રાખજો.
Junagadh માં શિક્ષણમંત્રીનો સન્માન સમારોહ બળાપો કાઢવાનો સમારોહ બન્યો?
જો કે, જુનાગઢનાં (Junagadh) ધારાસભ્ય સંજય કોરડિયાએ (Sanjay Koradia) પણ હળવા મૂડમાં જવાહર ચાવડાને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, પ્રદ્યુમન વાજા ખૂબ હોશિયાર છે, તેમને બધી ખબર છે કે કોણ હંસ અને કોણ બગલો ? તો નવનિયુક્ત શિક્ષણ મંત્રીએ પણ વર્ષો પહેલાની વાત યાદ કરી હતી. તેમણે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, એક યુવા મોરચાનાં કાર્યક્રમમાં મારૂં નામ જ કાપી નાખ્યું હતું. હું તે કાર્યક્રમનો અધ્યક્ષ હતો અને મારૂં નામ કાપી નાખવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં પાટીલ સાહેબ હાજર હતા અને તેમણે જાહેરમાં કીધું હતું કે અત્યારથી કાપાકાપી શરૂ કરી છે! આમ, શિક્ષણમંત્રી પ્રદ્યુમનવાજાનો (Pradyuman Vaja) સન્માન સમારોહ બળાપો કાઢવાનો સમારોહ બની ગયો હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ હતી.


