Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : ઉમેદવાર થયા એટલે ગોપાલ ઈટાલિયાને યાદ આવ્યા ખેડૂતો! કરી આ માગ

આપ પાર્ટીનાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું ખેડૂતોને લઈ હવે મોટુ નિવેદન સામે આવ્યું છે.
junagadh   ઉમેદવાર થયા એટલે ગોપાલ ઈટાલિયાને યાદ આવ્યા ખેડૂતો  કરી આ માગ
Advertisement
  1. જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે (Junagadh)
  2. પેટાચૂંટણીમાં AAP એ ગોપાલ ઇટાલિયાનાં નામની પસંદગી કરી
  3. વિસાવદરમાં ઉમેદવાર બન્યા એટલે ખેડૂતોની યાદ આવી!
  4. ગોપાલ ઈટાલિયાએ ખેડૂતોનું સન્માન કરવાની કરી માગ

જુનાગઢની (Junagadh) વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (Visavdar Assembly By-Election) થવાની છે. આ ચૂંટણીમાં પણ વાવ પેટાચૂંટણીને જેમ ત્રિપાંખિયો જંગ જામી શકે છે. આમ આદમી પાર્ટીએ (AAP) તેના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી છે. જ્યારે, ભાજપ (BJP) અને કોંગ્રેસે હજું સુધી ઉમેદવારોનાં નામની જાહેરાત કરી નથી. જો કે, આપ પક્ષ તરફથી ઉમેદવાર થયા એટલે ગોપાલ ઈટાલિયાને (Gopal Italia) ખેડૂતો યાદ આવ્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કારણ કે, તાજેતરમાં ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોનું સન્માન કરવાની માગ કરી છે.

આ પણ વાંચો - Chaitra Navratri 2025 : ચૈત્રી નવરાત્રીની પૂર્વ સંધ્યાએ શક્તિપીઠ બહુચરાજી મંદિરે પ્રક્ષાલન વિધિ યોજાઈ

Advertisement

વિસાવદરમાં ઉમેદવાર બન્યા એટલે ખેડૂતોની યાદ આવી!

જુનાગઢની (Junagadh) વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ (AAP) ગોપાલ ઇટાલિયા ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આપ પાર્ટીનાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું ખેડૂતોને લઈ હવે મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ધરતી પુત્રોને વિધાનસભામાં સન્માનિત કરવા જોઈએ. વિસાવદર અને ભેસાણનાં ખેડૂતોને વિધાનસભામાં સરકાર બોલાવશે તેવી મને આશા છે. ગોપાલ ઇટાલિયાએ આગળ કહ્યું કે, પ્રગતિશીલ રાજ્યના તમામ ખેડૂતોને વિધાનસભામાં બોલાવી સન્માન કરવું જોઈએ એવી અમારી માગ છે.

Advertisement

આ પણ વાંચો - કલા, સંગીત અને સાહિત્યના પ્રચારની આ કેવી રીત છે?, આણંદ વિદ્યાનગર SP યુનિવર્સિટીમાં વિવાદના 'ઠુમકા'

પ્રગતિશીલ ખેડૂતોને બોલાવીને સન્માન કરવું જોઈએ : ગોપાલ ઇટાલિયા

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, સરકારી કલાકરોનું વિધાનસભામાં સન્માન કરાય તો રાજ્યનાં ખેડૂતનું કેમ નહીં. નોંધનીય છે કે, ગોપાલ ઇટાલિયાનાં (Gopal Italia) આ નિવેદન બાદ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે વિસાવદરની પેટા ચૂંટણી (Visavdar Assembly By-Election) આવવાની હોવાથી અને આપ પાર્ટીનાં ઉમેદવાર હોવાથી ગોપાલ ઇટાલિયાને હવે ખેડૂતોની ચિંતા થવા લાગી છે અને ખેડૂતો યાદ આવ્યા છે. જ્યારે, કેટલાક લોકોએ ગોપાલ ઇટાલિયાની વાતનું સમર્થન કર્યું છે. જો કે, ખેડૂતો અંગે ગોપાલ ઇટાલિયાનાં આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.

આ પણ વાંચો - Health workers strike: ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 13મો દિવસ, પોલીસે કરી ટીંગાટોળી

Tags :
Advertisement

.

×