Junagadh : હવે ગોપાલ ઈટાલિયાનો વળતો પ્રહાર! કહ્યું- ભાજપને હજુ વિસાવદરની હાર..!
- મોરબીમાં મોરેમોરાની ચેલેન્જમાં ગોપાલ ઈટાલિયાના પ્રહાર (Junagadh)
- કાંતિ અમૃતિયાને જવાબ આપતો ગોપાલ ઈટાલિયાનો વીડિયો વાઇરલ
- ભાજપને હજુ વિસાવદરની હાર પચી નથીઃ ગોપાલ ઈટાલિયા
- મોરબીમાં ખોટી રીતે મને વચ્ચે લેવામાં આવ્યોઃ ઈટાલિયા
Junagadh : મોરબીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (Kantilal Amrutiya) અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એકબીજાને રાજીનામા આપી ફરી ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો હતો. જે બાદ ગઈકાલે ગાંધીનગરમાં (Gandhinaga) કાંતિ અમૃતિયા 70 થી વધુ કારનાં કાફલા સાથે પહોંચ્યા હતા અને ગોપાલ ઇટાલિયાની (Gopal Italia) અડધો કલાક રાહ જોઈ પરત ફર્યા હતા. આ રાજકીય ડ્રામા બાદ હવે ફરી એકવાર ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયા, ભાજપ (BJP) પર આકરા પ્રહાર કર્યા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે.
આ પણ વાંચો - Bhavnagar : માતા-પિતા બાળકોનું ધ્યાન રાખજો..! ભાવનગરમાં બની હૈયું કંપાવી દે એવી ઘટના
ભાજપને હજુ વિસાવદરની હાર પચી નથીઃ ગોપાલ ઈટાલિયા
માહિતી અનુસાર, મોરબીનાં (Morbi) ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે ચેલેન્જ મામલે ગોપાલ ઇટાલિયાએ વળતો પ્રહાર કર્યો છે. એક વાઇરલ વીડિયોમાં ગોપાલ ઇટાલિયા (Gopal Italia) કહેતા સંભળાય છે કે, ભાજપને હજુ વિસાવદરની હાર પચી નથી. મોરબીમાં ખોટી રીતે મને વચ્ચે લેવામાં આવ્યો. હું કંઈ બોલ્યો જ નથી અને ખોટી વાત ચગાવી દીધી. ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, મારા નામે પત્રિકાઓ દ્વારા મારા નંબર આપી અપશબ્દો બોલવામાં આવે છે. આ સાથે તેમણે ગંભીર આરોપ સાથે કહ્યું કે, મીડિયાવાળા પણ ભાજપ સાથે ભળેલા છે.
આ પણ વાંચો - Bhavnagar : અ'વાદ, અરવલ્લી બાદ ભાવનગરમાં સરકારી પાઠ્યપુસ્તકો ભંગારમાં અપાતા હોવાનું કૌભાંડ!
હું કંઈ બોલ્યો જ નથી, ખોટી વાત ચગાવી દીધીઃ ગોપાલ ઈટાલિયા
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી જે વાતો વહેતી થઈ છે એ મામલે મને કોઈ એ કંઈ પૂછ્યું જ નથી. કાલે આખો દિવસ મને 500 થી વધુ ફોન આવ્યા અને અપશબ્દો કહેવામાં આવ્યા. તમે માત્ર મારા ફેસબુક એકાઉન્ટ પર જ સત્ય જોઈ શકશો....અને મારા વિશ્વાસ રાખજો.. મારે માત્ર જનતા માટે કામ કરવાનું છે. જણાવી દઈએ કે, ગોપાલ ઇટાલિયાનો આ વાઇરલ વીડિયો જુનાગઢ જિલ્લાનાં (Junagadh) પ્રભાતપુરનો હોવાના અનુમાન છે.
આ પણ વાંચો - Ahmedabad : SP રિંગ રોડ પરનાં એપલવુડ ટાઉનશીપનાં 14 માં માળે લાગેલી આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવ્યો


