Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : સાવજ ડેરી સામે ગોપાલ ઈટાલિયાના ગંભીર આક્ષેપ, ચેરમેન ભડક્યા! કહ્યું- તમે કોનાં ઇશારે..!

ડેરીનાં ચેરમેન દીનેશ ખટારીયા ભડકયા છે અને તેમણે કહ્યું કે, મારી ડેરીનું નામ જ સાવજ છે, સાવજનો ચાળો કરવો રેવા દો...
junagadh   સાવજ ડેરી સામે ગોપાલ ઈટાલિયાના ગંભીર આક્ષેપ  ચેરમેન ભડક્યા  કહ્યું  તમે કોનાં ઇશારે
Advertisement
  1. જુનાગઢ સાવજ ડેરીનાં ચેરમેને ગોપાલ ઈટાલિયાને ધમકી આપી! (Junagadh)
  2. વંથલીમાં ગોપાલ ઈટાલિયાએ સાવજ ડેરી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા
  3. સાવજ દુધ ડેરીમાં દુધમાં કેમિકલ ભેળવવામાં આવે છે : ગોપાલ ઈટાલિયા
  4. ગોપાલ ઈટાલિયાના નિવેદન બાદ સાવજ ડેરીનાં ચેરમેન ભડકયા હતા
  5. 'સાવજનો ચાળો કરનારા હજી બખોલમાથી બહાર નથી આવ્યા'

Junagadh : મોરબીમાં (Morbi) ચેલેજ અને રાજીનામાની રાજનીતિમાં હવે ધમકીની શરૂઆત થઈ છે. જુનાગઢ સાવજ ડેરીનાં (Savaj Dairy) ચેરમેને ગોપાલ ઈટાલિયાને ધમકી આપી હોવાની મહિતી સામે આવી છે. વંથલીમાં ગોપાલ ઈટાલિયાએ (MLA Gopal Italia) સાવજ ડેરી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારે, હવે ડેરીનાં ચેરમેન દીનેશ ખટારીયા (Dinesh Khataria) ભડકયા છે અને તેમણે કહ્યું કે, મારી ડેરીનું નામ જ સાવજ છે, સાવજનો ચાળો કરવો રેવા દો, સાવજનો ચાળો કરનારા હજી બખોલમાંથી બહાર નથી આવ્યા..!

આ પણ વાંચો - Indranil Rajguru : પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજયગુરૂ સાથે Gujarat first ની ખાસ વાતચીત

Advertisement

સાવજ દુધ ડેરીમાં દુધમાં કેમિકલ ભેળવવામાં આવે છે : ગોપાલ ઈટાલિયા

વિસાવદરનાં (Visavadar) નવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કોઈ ન કોઈ બાબતે હંમેશાં ચર્ચામાં રહે છે. હાલ, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (MLA Gopal Italia) અને મોરબી ભાજપ MLA કાંતિલાલ અમૃતિયા (MLA Kantilal Amrutiya) વચ્ચે રાજીનામું આપી ચૂંટણી લડવાની ચેલેન્જે સમગ્ર રાજ્યમાં વ્યાપક ચર્ચા જગાડી છે. દરમિયાન, વંથલીમાં ગોપાલ ઈટાલિયાએ સાવજ ડેરી (Savaj Dairy) સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, સાવજ દુધ ડેરીમાં દુધમાં કેમિકલ ભેળવવામાં આવે છે. ત્યારે, કેન્સરનાં દર્દીઓમાં પણ વધારો થયો છે. ગોપાલ ઈટાલિયાના આ નિવેદન બાદ ડેરીનાં ચેરમેન દીનેશ ખટારીયા (Dinesh Khataria) ભડકયા છે.

Advertisement

આ પણ વાંચો - Morbi : ચેલેન્જ રાજનીતિ વચ્ચે કાંતિ અમૃતિયાનું વધુ એક નિવેદન, હવે વિકાસકામની Challenge!

સાવજનો ચાળો કરનારા હજી બખોલમાથી બહાર નથી આવ્યા : દીનેશ ખટારીયા

ડેરી ચેરમેન દીનેશ ખટારીયાએ કહ્યું કે, 'મારી ડેરીનું નામ જ સાવજ છે. સાવજનો ચાળો કરવો રેવા દો. સાવજનો ચાળો કરનારા હજી બખોલમાંથી બહાર આવ્યા નથી.' તેમણે વધુમાં કહ્યું કે, ' તમે કોના ઈશારે કામ કરો છો તેની અમને ખબર છે. વિસાવદરની ભોળી જનતાએ તમને મત આપ્યા છે, જનતાની સેવા કરો... બીજું બધું રહેવા દો...'

આ પણ વાંચો - Surat : સરાજાહેર જ્વેલર્સની દુકાનમાં 'લૂંટ વીથ મર્ડર' કેસમાં ઝડપાયેલા આરોપીનો વરઘોડો કઢાયો!

Tags :
Advertisement

.

×