Junagadh : ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ વિધિ અંગે સરકારનો મહત્ત્વપૂર્ણ આદેશ!
- ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ વિધિને લઈ મોટા સમાચાર (Junagadh)
- ગિરનારની સીડીનાં પહેલા પગથિયે વિધિ કરવા સરકારનો આદેશ
- રાજ્ય સરકારનાં આદેશનું પાલન કરશે દિગંબર જૈન સમાજ
- પહેલા પગથિયા પર જ લાડુ નિર્વાણ વિધિ કરવા દીગંબર જૈન સમાજનો નિર્ણય
Junagadh : ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ વિધિને (Nirvana Laddu Ceremony) લઈ મોટા સમાચાર આવ્યા છે. ગિરનાર પર્વત પર દીગંબર જૈન સમાજ (Digambar Jain Samaj) દ્વારા નિર્વાણ લાડુની વિધી કરવા મામલે સરકારે મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે. જે મુજબ ગિરનારની સીડીનાં પહેલા પગથિયે વિધિ કરવાની રહેશે. દીગંબર જૈન સમાજને રાજ્ય સરકારનાં આદેશનું પાલન કરવા કહેવાયું છે. ત્યારે જૈન સમાજ દ્વારા પણ પહેલા પગથિયે નિર્વાણ લાડુની વિધી કરવા નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો - Rajkot : રાઇડ્સ વગર યોજાશે લોકમેળો ? જિલ્લા કલેક્ટર-રાઈડ્સ સંચાલકો વચ્ચે મહત્ત્વની બેઠક મળી
ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ વિધિને લઈ મોટા સમાચાર
ગિરનારની સીડીના પહેલા પગથિયે વિધિ કરવા સરકારનો આદેશ
રાજ્ય સરકારના આદેશનું પાલન કરશે દીગંબર જૈન સમાજ
પહેલા પગથિયા પર જ લાડુ નિર્વાણ વિધિ કરશે દીગંબર જૈન સમાજ #Gujarat #Junagadh #Girnar #Government #JainSamaj pic.twitter.com/Rdd5cA94nA— Gujarat First (@GujaratFirst) July 1, 2025
દીગંબર જૈન સમાજને પહેલા પગથિયે વિધિ કરવા સરકારનો આદેશ
માહિતી અનુસાર, ગિરનાર પર્વત (Girnar) પર નિર્વાણ લાડુ વિધિને સરકારે મહત્ત્વનો આદેશ આપ્યો છે. દીગંબર જૈન સમાજને ગિરનારની સીડીનાં પહેલા પગથિયે વિધિ કરવા સરકારે આદેશ કર્યો છે. આથી, દીગંબર જૈન સમાજ પહેલાં પગથિયા પર લાડુ નિર્વાણ વિધિ કરશે. જણાવી દઈએ કે, દર વર્ષે 2 જુલાઈનાં રોજ દિગંબર જૈન સમાજ આ વિધિ કરે છે. દિગંબર જૈન સમાજ (Digambar Jain Samaj) દત ટૂંકને નૈમીનાથ ભગવાનનું નિર્વાણ સ્થાન માને છે.
આ પણ વાંચો - Gujarat Congess : ગુજરાત કોંગ્રેસનાં પાટીદાર નેતાઓની અમદાવાદમાં મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ
સનાતન ધર્મ દ્વારા વિરોધ, મામલો કોર્ટમાં પેન્ડિંગ
જો કે, સનાતન ધર્મ દ્વારા આ વિધીનો વિરોધ કરવામાં આવ્યો છે. જો કે, હાલ આ મેટર કોર્ટેમાં પેન્ડિંગ છે. માહિતી મુજબ, હાલ ગિરનાર પર્વત પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગિરનાર પર્વત પર પોલીસ (Junagadh Police) બંદોબસ્ત ગોઠવાયો છે. DySP કક્ષાના અધિકારીઓ આ બંદોબસ્તમાં તૈનાત છે. જૈન સમાજ સરકારનાં આદેશનું પાલન કરશે તેમ જણાવ્યું છે.'
આ પણ વાંચો - Gandhinagar : SEOC ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં 'વેધર વોચ ગ્રૂપ' ની બેઠક યોજાઈ


