Junagadh : Gujarat First નાં અહેવાલની ધારદાર અસર, હવે ભાવિકો દામોદર કુંડમાં કરી શકાશે સ્નાન
- ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ફરિવાર મોટી અસર (Junagadh)
- જુનાગઢના દામોદર કુંડમાં હવે ભાવિકો કરી શકાશે સ્નાન
- દામોદર કુંડમાં સ્નાન પરનો પ્રતિબંધ હટાવી લેવાયો
- અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મૂક્યો હતો
Junagadh : જુનાગઢ શહેર-જિલ્લામાં 37 જેટલા જળાશયો (Water Reservoir) પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આ અંગે સૂચના આપી હતી. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું હતું. જો કે, દામોદર કુંડમાં (Damodar Kund) સ્નાન પર પ્રતિબંધથી ભાવિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જે અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. હવે, ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First News) અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. દામોદર કુંડમાં સ્નાન પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે.
આ પણ વાંચો- Rajkot Crime : માતા સાથે માથાકૂટ કરતા દીકરાને રોકતા મામાનું ઢીમ ઢાળી દીધું, 4 ની ધરપકડ
ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરીવાર મોટી અસર
જૂનાગઢના દામોદર કુંડમાં હવે કરી શકાશે સ્નાન
દામોદર કુંડમાં સ્નાન પર પ્રતિબંધ હટાવી લેવાયો
અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડી મુક્યો હતો પ્રતિબંધ
37 જેટલા જળાશયો પર જવા પર લગાવ્યો હતો પ્રતિબંધ #Gujarat #Junagadh #DamodarKund #Guideline… pic.twitter.com/R48OqXlELT— Gujarat First (@GujaratFirst) August 5, 2025
ગઈકાલે અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડી મૂક્યો હતો પ્રતિબંધ
જણાવી દઈએ કે, જુનાગઢ (Junagadh) અધિક કલેક્ટર કે.બી. પટેલ દ્વારા ગઈકાલે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે મુજબ શહેર તેમ જ જિલ્લાનાં 37 જેટલા જળાશયો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાહેરનામા અનુસાર, વિલિંગ્ડન, ઓઝત ડેમ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો હતો. આ સાથે આણંદપુર, બાદલપુર ડેમ (Badalpur Dam), શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર (Narsinh Mehta Sarovar), ભવનાથમાં આવેલ નારાયણ ધરા, દામોદર કુંડ પર પણ લોકોના પ્રવેશ અને સ્નાન પર પ્રતિબંધ મૂકાયો હતો.
આ પણ વાંચો- Surat : કતારગામમાં વધુ એક 'Hit and Run', CCTV ફૂટેજ જોઈ શ્વાસ રૂંધાઇ જશે!
દામોદર કુંડ પર પ્રતિબંધ લગાવતા થયો હતો વિવાદ
જો કે, દામોદર કુંડ (Damodar Kund) પર પ્રતિબંધ લગાવતા વિવાદ વકર્યો હતો. દામોદર કુંડમાં સ્નાન પર પ્રતિબંધથી ભાવિકો તેમ જ હિંદુ સંગઠનો અને તીર્થ ગોર સમિતિમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. ગુજરાત ફર્સ્ટે (Gujarat First News) ભાવિકોનાં આક્રોશને વાચા આપી હતી અને તેમની માગ અને રજૂઆતને સરકાર સુધી પહોંચાડી હતી. જો કે, ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ અને ભાવિકોનાં ભારે વિરોધ બાદ તંત્રે દામોદર કુંડમાં સ્નાન પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. હવે, ભાવિકો દામોદર કુંડમાં સ્નાન તેમ જ ધાર્મિક વિધિ કરી શકશે. નોંધનીય છે કે, દામોદર કુંડ લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે.
આ પણ વાંચો- Gandhinagar : કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની મુલાકાત, સો. મીડિયા પોસ્ટે ચર્ચા જગાવી


