Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : શિકારની શોધમાં દીપડી ઓઝત નદી કાંઠે આવેલા મરઘા ફાર્મમાં ઘૂસી અને...

સામાજિક વનીકરણ જુનાગઢ રેંજ (Samajik Vanikaran Junagadh Range) દ્વારા દીપડીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
junagadh   શિકારની શોધમાં દીપડી ઓઝત નદી કાંઠે આવેલા મરઘા ફાર્મમાં ઘૂસી અને
Advertisement
  1. જુનાગઢમાં શિકારની શોધમાં દીપડી મરઘા ફાર્મમાં ઘૂસી (Junagadh)
  2. વંથલી તાલુકામાં ઓઝત નદી કાંઠે મરઘા ફાર્મમાં દીપડી ઘૂસતા ભય
  3. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડીનું રેસ્ક્યૂ કર્યું
  4. દીપડીને ટ્રાન્ક્યુલાઈઝ કરી અમરાપુર એનિમલ કેર સેન્ટર લઈ જવાઈ

Junagadh : જુનાગઢમાં શિકારની શોધમાં દીપડી મરઘા ફાર્મમાં (Poultry Farm) ઘૂસી ગઈ હતી. વન વિભાગને જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી અને દીપડીને પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ દીપડીને ટ્રાન્ક્યુલાઈઝ કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ જુનાગઢ રેંજ (Samajik Vanikaran Junagadh Range) દ્વારા દીપડીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હાલ, દીપડીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવી છે.

આ પણ વાંચો - Bhavnagar : નઘરોળ તંત્રની ઘોર બેદરકારી! તળાજામાં ગોપનાથ RCC રોડનો ચોંકાવનારો Video આવ્યો સામે

Advertisement

Advertisement

વંથલી તાલુકામાં ઓઝત નદી કાંઠે મરઘા ફાર્મમાં દીપડી ઘૂસતા ભય

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના (Junagadh) વંથલી તાલુકામાં ઓઝત નદી કાંઠે મરઘા ફાર્મ આવેલું છે. નદી કિનારે વન્ય જીવોની અવરજવર રહેતી હોય છે. ત્યારે આજે એક દીપડી શિકારની શોધમાં મરઘા ફાર્મમાં ઘૂસી આવી હતી. દીપડી અંગે જાણ થતાં મરઘા ફાર્મનાં માલિક દ્વારા વન વિભાગને (Forest Department) જાણ કરવામાં આવી હતી. આથી, સામાજિક વનીકરણ જુનાગઢ રેંજની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડીનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ પણ વાંચો - Kankaria : 22 કરોડનાં ખર્ચે નવનિર્મિત બાલવાટિકાનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન

દીપડીને ટ્રાન્ક્યુલાઈઝ કરી અમરાપુર એનિમલ કેર સેન્ટર લઈ જવાઈ

ભાર જહેમત બાદ વન વિભાગની ટીમ દ્વારા દીપડીને ટ્રાન્ક્યુલાઈઝ કરવામાં આવી હતી. ટીમ દ્વારા દીપડીને અમરાપુર એનિમલ કેર સેન્ટર (Amrapur Animal Care Center) લઈ જવામાં આવી છે. વન વિભાગની ટીમ દ્વારા સ્થાનિક લોકોને વહેલી સવારે અને સાંજનાં સમયે વધુ સતર્ક રહેવા સલાહ આપવામાં આવી છે. જ્યારે, બીજી તરફ ફાર્મ અને ખેતરોમાં કામ કરતા હોય ત્યારે લોકોમાં ભયના માહોલ વચ્ચે વન વિભાગ પેટ્રોલિંગ વધારે તેવી સ્થાનિકો દ્વારા માગ કરાઈ છે.

આ પણ વાંચો - Gandhinagar : શિક્ષકોની ભરતી અંગે મહત્ત્વ સમાચાર, ખાલી જગ્યાઓ પુરવા શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×