Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : ભવનાથ મંદિરનાં મહંતની મુદ્દત કાલે થશે પૂર્ણ, ગુરૂ-શિષ્યની પરંપરા મુજબ નિમણૂક થાય તેવી માગ

સંતોએ ચીમકી ઉચ્ચારી કે, જો વહીવટી વિભાગ (Junagadh) દ્વારા વર્તમાન મહંતની નિમણૂક કરવામાં આવશે તો હાઈકોર્ટેનો સહારો લઈશું.
junagadh   ભવનાથ મંદિરનાં મહંતની મુદ્દત કાલે થશે પૂર્ણ  ગુરૂ શિષ્યની પરંપરા મુજબ નિમણૂક થાય તેવી માગ
Advertisement
  1. ભવનાથ મંદિરનાં મહંત મુદ્દત કાલે થાય છે પૂર્ણ (Junagadh)
  2. મહંત રિપીટ થશે કે વહીવટદારની થશે નિમણૂક ?
  3. ગુરૂ-શિષ્યની પરંપરા મુજબ નિમણૂક થાય તેવી માગ
  4. વહીવટી તંત્ર દ્વારા નિમણૂક થાય તો કોર્ટમાં જવાની ચીમકી

Junagadh : જુનાગઢ જિલ્લામાં આવેલ ભવનાથ મંદિરનાં મહંતની (Mahant of Bhavnath Temple) મુદ્દત આવતીકાલે પૂર્ણ થઈ રહી છે. ત્યારે સાધુ-સંતો સહિત તમામ ભક્તજનોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે કે ભવનાથ મંદિરનાં મહંત રિપીટ થશે કે પછી વહીવટદારની નિમણૂક કરવામાં આવશે કે પછી ભવનાથ મંદિરની પરંપરામાં આવતા સંતની નિમણૂક કરવામાં આવશે. ગુરૂ-શિષ્યની પરંપરા મુજબ નિમણૂક થાય તેવી માગ ઊઠી છે.

આ પણ વાંચો - US Tariff on India : ભારત પર શું થશે અસર ? Gujarat first પર નિષ્ણાતો, ઉદ્યોગપતિઓએ આપી પ્રતિક્રિયા

Advertisement

વહીવટી તંત્ર દ્વારા નિમણૂક થાય તો કોર્ટમાં જવાની ચીમકી

વર્તમાન મહંત હરિગીરીજી બાપુને (Mahant Harigiriji) લઈ સ્થાનિક સંતો તેમ જ મોટાભાગનાં ભક્તોમાં નારાજગી જોવા મળી છે અને છેલ્લા કેટલાય સમયથી મહંતની (Mahant of Bhavnath Temple) નિમણૂકને લઈ વિવાદનાં વંટોળ સર્જાયા છે. સ્થાનિક સંતોમાંથી કોઈની નિમણૂક થાય તેવી મોટાભાગનાં સંતોની માંગણી છે. કેમ કે હરીગીરીજી બહારનાં રાજ્યનાં છે અને ઘણી બધી જવાબદારી સંભાળે છે. તો બીજી તરફ પોતાને ભવનાથનાં વારસદાર ગણાવતા અને સંતોની પરંપરામાં આવતા સંતોની એક જ માગ છે કે ભવનાથ મંદિરમાં વારસદાર અને ગુરૂ-શિષ્યની પરંપરા મુજબ નિમણૂક કરવામાં આવે.

Advertisement

આ પણ વાંચો - ગોંડલ સેશન્સ કોર્ટે સગીરા પર બળાત્કાર કરનાર શખ્સને ફટકારી 20 વર્ષ કેદની સજા

પ્રશાસનનો જે નિર્ણય આવે તે સ્વીકારીશુંઃ હરીગીરી બાપુ

સંતોએ ચીમકી ઉચ્ચારી કે, જો વહીવટી વિભાગ (Junagadh) દ્વારા વર્તમાન મહંતની નિમણૂક કરવામાં આવશે તો હાઈકોર્ટેનો સહારો લઈશું. આથી, હવે ભવનાથ મંદિરનાં મહંતનો વિવાદ વધુ વકર્યો છે. નોંધનીય છે કે, ભવનાથ મંદિરનાં મહંતની નિમણૂક નિયમાનુસાર કલેક્ટર દ્વારા કરવામાં આવે છે અને કલેક્ટર વર્તમાન મહંત અને જેની માંગણી છે તમામ પક્ષોની રજૂઆત ધ્યાને લઈ નિમણૂક કરતા હોય છે. ત્યારે વર્તમાન મહંત હરીગીરીજી એ જણાવ્યું હતું કે પ્રશાસનનો જે નિર્ણય આવે તેનો તમામે સ્વીકાર કરવો જોઈએ.

આ પણ વાંચો - રંગકામ કરતા બાપની ઝિંદગી બેરંગ થતા અટકાવી અમદાવાદની કિડની હોસ્પિટલે! ગરીબ પિતાના પુત્રને મળ્યું નવજીવન

Tags :
Advertisement

.

×