Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : Video બતાવી લગાવ્યા ગંભીર આરોપ, જૂના અખાડા, મમતા કુલકર્ણી અંગે કહી આ વાત

કુંભમેળામાંથી તેમના પદભ્રષ્ટની બાબત મામલે તેમણે કહ્યું કે, 'હું સુખડ સાધુ છું. સુખડ સાધુને તમામ અખાડા લાગુ પડે.
junagadh   video બતાવી લગાવ્યા ગંભીર આરોપ  જૂના અખાડા  મમતા કુલકર્ણી અંગે કહી આ વાત
Advertisement
  1. Junagadh ગાદી વિવાદ મામલે મહેશગીરી બાપુની પત્રકાર પરિષદ
  2. હરિગીરી બાપુ અને ગિરીશ કોટેચા પર કર્યા ગંભીર આક્ષેપ
  3. ગીરીયો અને હરિયો બંને ભ્રષ્ટાચારી છે : મહેશગીરી બાપુ
  4. જૂના અખાડાનાં કારણે સાધુ-સંતોની ગરિમા ખરડાઈ છે : મહેશગીરી બાપુ

જુનાગઢમાં (Junagadh) અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલિન થયા બાદથી ગાદીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી (Mahant Maheshgiri) અને ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુ (Hari Giri Bapu) એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. ત્યારે બે દિવસ પહેલા જૂના અખાડા પરિષદ (Juna Akhara Parishad) દ્વારા મહેશગીરી બાપુ (Maheshgiri Bapu) સહિત કેટલાક મહંતોને હટાવવામાં આવ્યા હતા. જે બાદ રાણપુર ખાતે મહેશગીરી બાપુએ પત્રકાર પરિષદ યોજીને મહંત હરિગીરી અને ગિરીશ કોટેચા પર અનેક ગંભીર આક્ષેપો કર્યા છે.

આ પણ વાંચો - અમદાવાદમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો, સચેત રહેવા તંત્રની અપીલ

Advertisement

જૂના અખાડાનાં કારણે સાધુ-સંતોની ગરિમા ખરડાઈ છે : મહેશગીરી બાપુ

મહંત મહેશગીરી (Mahant Maheshgiri) એ આરોપ લગાવી કહ્યું કે, આ લોકો જુનાગઢને (Junagadh) બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. જૂના અખાડાનાં કારણે સાધુ-સંતોની ગરિમા ખરડાઈ છે અને એના માટે જવાબદાર માત્રને માત્ર હરિગીરી છે. ભવનાથ અને ગિરનારમાંથી હરિગીરિ નહિ જાય ત્યાં સુધી હું શાંતિથી નહિં બેસું. આ સાથે તેમણે આરોપો સાથે દાવો કરી ભવનાથ અને જૂના અખાડામાં થતાં અનીતિનાં વીડિયો બતાવી કહ્યું કે, ત્યાં વેશ્યાવૃત્તિ, દારૂ પીધેલા નકલી સાધુઓ, શિવરાત્રીનાં પવિત્ર દિવસે મુજરા તેમ જ અનેક ગોરખધંધા ચાલી રહ્યાં છે.

Advertisement

'હું મહામંડલેશ્વર નથી કે તમે મને અખાડામાંથી ભ્રષ્ટ કરો'

હાલમાં કુંભમેળામાંથી તેમના પદભ્રષ્ટની બાબત મામલે તેમણે કહ્યું કે, 'હું સુખડ સાધુ છું. સુખડ સાધુને તમામ અખાડા લાગુ પડે. મેં કોઈ પાપ કરેલ નથી. અખાડામાંથી પદભ્રષ્ટ કરતા પહેલા કોઈ સાધુને સાંભળવામાં આવતા હોય છે. 20 ફેબ્રુઆરી પહેલા પદભ્રષ્ટ અંગેનો આધિકારિક પત્ર જાહેર કરાય મને. હું મહામંડલેશ્વર નથી કે તમે મને અખાડામાંથી ભ્રષ્ટ કરો. કુંભમેળામાં પ્રવેશબંધીની વાત બકવાસ જેવી છે. દેશ સંવિધાનથી ચાલશે.' ઉપરાંત, તેમણે આરોપ લગાવી કહ્યું કે, 'હરીગીરી દાદાગીરી કરે છે. પણ જો હું કોર્ટમાં ગયો તો પાછું વળીને જોઇશ નહીં. હું ગિરનારને અપવિત્ર નહીં થવા દઉ. સમય લાગશે પણ સમય બદલાશે પણ ખરા.

આ પણ વાંચો - ડોક્ટર યુવતી સાથે પ્રિન્સિપાલ અને 4 પ્રોફેસરોએ કરી એવી હરકત કે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો

ગિરીશ કોચેટા પર પણ કર્યા આકરા પ્રહાર

ઉપરાંત, મહેશગીરી બાપુએ જુનાગઢનાં પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચા પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ સાથે કહ્યું કે, 'ગિરીશ કોટેચા (Girish Kotecha) અને તેમનો આખો પરિવાર ટિકિટની માંગણી કરવા નીકળ્યો છે. ગિરીયો અને હરિયો બંને ભ્રષ્ટાચારી છે. હું ભાજપને (BJP) પણ કહીશ કે લોહાણા જ્ઞાતિમાંથી અન્ય સારા વ્યક્તિને ટિકિટ આપો. આવા ભ્રષ્ટાચારીઓનાં કારણે જુનાગઢ (Junagadh) બદનામ થઈ રહ્યું છે. લોહાણા જ્ઞાતિનાં અનેક સજ્જનો ટિકિટની માંગણી પણ કરી રહ્યા છે.'

મહામંડલેશ્વર પદ માટે પૈસાની લેતી દેતી થાય છે : મહેશગીરી બાપુ

મમતા કુલકર્ણીનાં (Mamta Kulkarni) મહામંડલેશ્વર બનવા અંગે મહંત મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'મમતા કુલકરણીનું રાતો રાત મહામંડલેશ્વર બનવું અયોગ્ય છે. મહામંડલેશ્વર બનતા પહેલા મમતા કુલકરણીએ થોડું તપ કરવું જોઈતું હતું. મહામંડલેશ્વર પદ માટે પૈસાની લેતી દેતી થાય છે.'

આ પણ વાંચો - વિરમગામમાં જાહેરમાં શિક્ષકની હત્યા, ફરી એકવાર વેવાઇ-વેવાણે કરી નાખ્યો મોટો કાંડ

Tags :
Advertisement

.

×