Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત થવાની ઘટનાનાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત!

પ્રતિમા ખંડિત કરવાની ઘટનાની ઉચ્ચસ્તરિય તપાસ કરવામાં આવે એવી માગ કરી છે
junagadh   ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત થવાની ઘટનાનાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત
Advertisement
  1. Junagadh માં ગિરનાર પર ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત કરવાનો મામલો
  2. સમગ્ર ઘટનાનાં ગુજરાત સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા
  3. ઘટનાને લઈ હરિયાણામાં નાથ સંપ્રદાયના સંતોની બેઠક મળી
  4. રાજસ્થાનના MLA યોગી બાલકનાથ બાપુ સહિત સંતોએ નોંધ લીધી
  5. પ્રતિમા ખંડિત કરવાની ઘટનાની ઉચ્ચસ્તરિય તપાસ કરવા માગ કરી

Junagadh : જુનાગઢનાં ગિરનારમાં (Girnar) ગુરુ ગોરક્ષનાથની (Guru Gorakshnath) મૂર્તિ ખંડિત થતાં સાધુ-સંતોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આ મામલે મોટા સમાચાર આવ્યા છે. સમગ્ર ઘટનાનાં ગુજરાત સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાને લઈ હરિયાણામાં નાથ સંપ્રદાયનાં સંતોની બેઠક યોજાઈ છે, જેમાં રાજસ્થાનનાં MLA યોગી બાલકનાથ બાપુ (MLA Yogi Balaknath Bapu) સહિત સંતોએ નોંધ લીધી છે અને પ્રતિમા ખંડિત કરવાની ઘટનાની ઉચ્ચસ્તરિય તપાસ કરવામાં આવે એવી માગ કરી છે. અગાઉ મંદિરમાં ગુરુ ગોરક્ષનાથજીની નવી પ્રતિમાને પ્રસ્થાપિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Gujarat: પનીર ચીલીમાં વંદો નીકળતા નડિયાદ કોર્પોરેશને હોટલ સીલ કરી

Advertisement

Junagadh માં ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત થવા મામલે દેશભરમાં આક્રોશ!

જુનાગઢનાં (Junagadh) ગિરનાર પર્વત પર થોડા દિવસ પહેલા ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ ખંડિત થઈ હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનાને પગલે ગુજરાત સહિત દેશભરનાં સાધુ-સંતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ મામલે આજે હરિયાણામાં (Haryana) નાથ સંપ્રદાયનાં સંતોની બેઠક મળી હતી, જેમાં રાજસ્થાનનાં MLA યોગી બાલકનાથ બાપુ સહિત સાધુ-સંતો હાજર રહ્યા હતા અને પ્રતિમા ખંડિત કરવા મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગ કરી છે. હરિયાણાની આ બેઠકમાં આ ઘટના મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : બોપલની Satyamev International School નો વિવાદાસ્પદ આદેશ! વિદ્યાર્થિનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા સુચના આપી

અજાણ્યા ઈસમો વિરૂદ્ધ નોંધાઈ છે ફરિયાદ

જણાવી દઈએ કે, અગાઉ મંદિરમાં ગુરુ ગોરક્ષનાથજીની (Guru Gorakshnath) નવી પ્રતિમાને પ્રસ્થાપિત કરવામાં આવી હતી. સાધુ-સંતો, કલેક્ટર, SP ની હાજરીમાં નવી મૂર્તિ પ્રસ્થાપિત કરાઈ હતી. કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રતિમાને ખંડિત કરવામાં આવી હોવાની જાણ થતાં આ સમગ્ર મામલે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જ્યારે એકલધામનાં મહંત યોગી દેવનાથ બાપુએ (Mahant Yogi Devnath Bapu) આ ઘટનાને સનાતન વિરોધી ગણાવી આરોપીઓની જલદી ધરપકડ કરવા માગ કરી હતી. તેમણે જણાવ્યું કે આ ઘટના ગિરનારની શાંતિ ડહોળવાનો પ્રયાસ છે અને જુનાગઢ પ્રશાસનએ તાત્કાલિક જાગવું જોઈએ.

આ પણ વાંચો - Gujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ-AAP ગઠબંધન નહીં કરે

Tags :
Advertisement

.

×