Junagadh : ખેડૂતોના ફોન ન ઉપાડવા મુદ્દે MLA અરવિંદભાઈ લાડાણી ઉગ્ર થયા! Video વાઇરલ
- Junagadh માં ખેડૂતોના ફોન ન ઉપાડવા મામલે MLA અરવિંદભાઈ લાડાણીનું નિવેદન
- ખેડૂતોના ફોન ન ઉપાડવાના પ્રશ્ન પર ઉગ્ર થયા અરવિંદભાઈ લાડાણી!
- "કેટલાક વિઘ્નસંતોષીઓ હોય છે, જેમના ફોન નથી ઉપાડતો"
- મને સળી કરવાવાળાઓના હું ફોન નથી ઉપાડતોઃ અરવિંદભાઈ લાડાણી
- "ક્યારેક મીટિંગમાં વ્યસ્ત હોઈએ ત્યારે પણ ફોન ના ઉપડે"
Junagadh : જુનાગઢમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીનું (MLA Arvindbhai Ladani) ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ખેડૂતોના ફોન ન ઉપાડવાનાં પ્રશ્ન પર અરવિંદભાઈ લાડાણી ઉગ્ર થયા હોય તેમ કહ્યું કે, કેટલાક વિઘ્નસંતોષીઓ હોય છે, જેમના ફોન નથી ઉપાડતો. મને સળી કરવાવાળાઓનાં હું ફોન નથી ઉપાડતો. ક્યારેક મીટિંગમાં વ્યસ્ત હોઈએ ત્યારે પણ ફોન ના ઉપડે. ખેડૂતોના ફોન ન ઉપાડવા બાબતે અરવિંદભાઈના જવાબનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
આ પણ વાંચો - Narmada : પૂર્વ MLA ધીરુભાઈ ભીલે મંત્રી પી.સી. બરંડાના વિવાદિત ‘દારુવાળા’ નિવેદનનો કર્યો લૂલો બચાવ
Junagadh માં ખેડૂતોના ફોન ન ઉપાડવા મામલે MLA નું ચોંકાવનારું નિવેદન!
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના (Junagadh) વંથલીમાં મગફળી કેન્દ્ર ઉદ્ઘાટન પ્રસંગે માણાવદરના (Manavadar) ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ખેડૂતોના ફોન ન ઉપાડવા બાબતનાં પ્રશ્ન પર ઉગ્ર થયા હોય એવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં ખેડૂતોના ફોન ન ઉપાડવા મુદ્દે અરવિંદભાઈ લાડાણી નિવેદન આપતા કહે છે કે, હું ખેડૂતોના પ્રશ્નોનો જવાબ આપતો જ હોઉ છું. ખેડૂતોનાં ફોન ના ઉપાડું એ વાત તદ્દન ખોટી છે. પરંતુ, કેટલાક વિઘ્નસંતોષીઓ હોય છે, જેમના ફોન નથી ઉપાડતો.
આ પણ વાંચો - Bhavangar : 8 શખ્સે ઘરમાં ઘૂસી મહિલાઓ સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યાનો આરોપ
મને સળી કરવાવાળાઓના હું ફોન નથી ઉપાડતો : અરવિંદભાઈ લાડાણી
ઉપરાંત, વાઇરલ વીડિયોમાં અરવિંદભાઈ લાડાણી (MLA Arvindbhai Ladani) કહેતા સંભળાય છે કે, મને સળી કરવાવાળાઓના હું ફોન નથી ઉપાડતો. ક્યારેક મીટિંગમાં વ્યસ્ત હોઈએ ત્યારે પણ ફોન ના ઉપડે. વંથલીમાં (Vanthali) મારે ક્યારે કાર્યાલય ખોલવું તે મારો પ્રશ્ન છે. તેમણે આગળ કહ્યું કે, ખીરસા ગામેથી ફોન આવ્યો હતો, પણ જવાબ આપવો યોગ્ય ન લાગ્યો. આ સાથે અરવિંદભાઈ લાડાણીએ મીડિયાકર્મીઓ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.
આ પણ વાંચો - Navsari : સાગરા ઓવરબ્રિજ પર દુ:ખદ અકસ્માત : કાર-બાઇકની ટક્કરમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત