Junagadh: સામાન્ય બોલાચાલીમાં ખેલાયો ખૂની ખેલ! કેશોદના ચર ગામે આધેડની હત્યા
- જુનાગઢમાં કેશોદના ચર ગામે હત્યાની ઘટના બની
- પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું
- સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈને ખીમજીભાઈની હત્યા કરાઈ હતી
Junagadh: ક્રાઈમની ઘટનાઓ ખુબ જ વધવા લાગી છે, લોકો નાની-નાની બાબતો પર હિંસા પર ઉતરી આવે છે. આવી એક ઘટના જુનાગઢમાં કેશોદના ચર ગામે હત્યાની ઘટના બની હતી. જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: Gondal: મારામારીના કેસમાં કોર્ટે આરોપીઓને દંડ અને ત્રણ વર્ષની કેદની સજા
છરી અને બોથડ ઘા મારી લીલા ડાભી નામના ઈસમેં કરી હત્યા
ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, કેશોદના ચર ગામે વાડી વિસ્તારમાં રાત્રિના સમયે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈને ખીમજીભાઈ બોરખતરીયાની હત્યા કરાઈ હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે છરી અને બોથડ ઘા મારી લીલા ડાભી નામના ઈસમેં હત્યા કરી હોવાનું સામે આવ્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાલાગામના પાટીયા નજીકથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ
ગત 12 જાન્યુઆરીના રોજ આ હત્યાનો બનાવ બન્યો હતો
નોંધનીય કે, પિતાની હત્યા કરવામાં આવી હોવાથી બાદમાં મૃતકના પુત્ર કૌશિક બોરખતરીયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વાત કરવામાં આવે તો, ગત 12 જાન્યુઆરીના રોજ આ હત્યાનો બનાવ બન્યો હતો. આ સમગ્ર મામલે કેશોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ખીમજીભાઈ બોરખતરીયા હત્યાને લઈને અત્યારે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં Gujarat દેશમાં સૌથી મોખરે, આ રહીં સંપૂર્ણ માહિતી
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


