Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : આ 3 કોલેજોની માન્યતા રદ કરાઈ, યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કરી આપી માહિતી

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરિપત્ર જાહેર કરીને વિદ્યાર્થીઓ-વાલીઓને 3 કોલેજમાં પ્રવેશ ન લેવા સૂચના અપાઈ છે.
junagadh   આ 3 કોલેજોની માન્યતા રદ કરાઈ  યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કરી આપી માહિતી
Advertisement
  1. જૂનાગઢની 3 બીએડ કોલેજની માન્યતા કરાઈ રદ (Junagadh)
  2. વિદ્યાર્થીઓ અને વાલીઓને 3 કોલેજમાં પ્રવેશ ન લેવા પરિપત્ર
  3. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. સંલગ્ન 3 કોલેજની માન્યતા રદ
  4. સીમારની ઉકાભાઈ ડોડિયા કોલેજની માન્યતા રદ

Junagadh : જુનાગઢમાંથી મોટા સમાચાર આવ્યા છે. જુનાગઢની 3 B.ED કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (Bhakta Kavi Narsinh Mehta University) દ્વારા એક પરિપત્ર જાહેર કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને 3 કોલેજમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ન કરવા સૂચના આપવામાં આવી છે. આ પરિપત્ર અનુસાર, સીમારની ઉકાભાઈ ડોડિયા બી.એડ. કોલેજ, માંગરોળની શ્રી શારદાગ્રામ કોલેજ ઓફ એજ્યુકેશન (B.ED) અને ઉનાની વી.બી. નાંડોળા કોલેજની (B.ED) માન્યતા રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Bhavnagar : લ્યો બોલો... અહીં ગ્રામજનોએ જ 8 દિવસથી શાળાને કરી તાળાબંધી!

Advertisement

NCTE દ્વારા 3 બીએડ અને M.Ed. કોલેજની માન્યતા રદ કરાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢમાં (Junagadh) B.ED નો અભ્યાસ મેળનારા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન 3 બી.એડ. કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. યુનિવર્સિટીએ પરિપત્રમાં જણાવ્યું કે, NCTE દ્વારા 3 બીએડ અને M.Ed. કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : મેયરની ઓફિસ બહાર ઉત્પાત મચાવનારા AAP કાર્યકર્તા વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ

આ ત્રણ B.ED કોલેજોની માન્યતા રદ કરાઈ

યુનિવર્સિટીનાં પરિપત્રમાં જણાવ્યા મુજબ, શૈક્ષણિક વર્ષ 2025-2026 ની પ્રવેશ પ્રક્રિયામાં આ સંસ્થા/કોલેજોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ કોલેજોમાં વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે નહીં. જે કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે તેમાં સીમારની ઉકાભાઈ ડોડિયા બી.એડ. કોલેજ, માંગરોળની શ્રી શારદાગ્રામ કોલેજ ઓફ એજ્યુકેશન (B.ED) અને ઉનાની વી.બી. નાંડોળા કોલેજ (B.ED) સામેલ છે.

આ પણ વાંચો - MLA Son Controversy : જામનગરમાં ધારાસભ્યના પુત્રએ આવાસ યોજનામાં મકાન મેળવતા વિવાદ થયો

Tags :
Advertisement

.

×