Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh: સાસણની જંગલ સફારીનો પ્રારંભ, અદભુત નજારો જોવા મળશે

Junagadh: સાસણ સફારી પાર્કમાં આજથી કરો સિંહ દર્શન સાસણ સફારી પાર્ક એક સપ્તાહ વહેલો ખુલ્યો વન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ શરૂ Junagadh: જુનાગઢમાં આજથી સાસણની જંગલ સફારીનો પ્રારંભ થયો છે. ચોમાસાના કારણે જંગલ સફારી બંધ હતી. પ્રથમવાર...
junagadh  સાસણની જંગલ સફારીનો પ્રારંભ  અદભુત નજારો જોવા મળશે
Advertisement
  • Junagadh: સાસણ સફારી પાર્કમાં આજથી કરો સિંહ દર્શન
  • સાસણ સફારી પાર્ક એક સપ્તાહ વહેલો ખુલ્યો
  • વન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ શરૂ

Junagadh: જુનાગઢમાં આજથી સાસણની જંગલ સફારીનો પ્રારંભ થયો છે. ચોમાસાના કારણે જંગલ સફારી બંધ હતી. પ્રથમવાર 16 ઓક્ટોબરને બદલે 7 ઓક્ટોબરે સફારી શરૂ કરાઈ છે. દર વખતે ચાર માસ જંગલ સફારી બંધ રહે છે. આ વખતે 9 દિવસ વહેલી સફારી શરૂ કરી દેવાઈ છે. લીલી ઝંડી બતાવી સફારીનો પ્રારંભ કરાવ્યો છે.

પ્રવાસીઓની પ્રથમ ટ્રીપ જંગલમાં જવા રવાના થઈ

સાસણ ડીસીએફ મોહન રામ, સરપંચ સહિતના આગેવાનોએ પ્રવાસીઓને મોં મીઠા કરાવ્યા છે. પ્રવાસીઓની પ્રથમ ટ્રીપ જંગલમાં જવા રવાના થઈ છે. આગામી તા. 10 અને 11 ઓક્ટોબરના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણ ગીરની મુલાકાતે આવશે. સાસણની સાથે ગુજરાતના તમામ સફારી પાર્ક આજથી ખુલ્યા છે. જુનાગઢની ગિરનાર સફારી, પોરબંદરની બરડા સફારીનો પણ આજથી પ્રારંભ થયો છે. સિંહ સહિતના પ્રાણીઓ તથા જંગલનો અદભુત નજારો જોવા મળશે.

Advertisement

Advertisement

Junagadh: વન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ શરૂ

એશિયાઈ સિંહોના એકમાત્ર રહેઠાણ ગણાતા સાસણ ગીર નેશનલ પાર્કના પ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે જે ગીર જંગલ સફારી 16 ઓક્ટોબરના રોજ ખુલ્લો મુકવામાં આવે છે તેને આ વર્ષે એક સપ્તાહ વેહલો આજે એટલે કે 7 ઓક્ટોબરથી જ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવાનો નિર્ણય કરાયો છે, ત્યારે સાસણ સફારી પાર્કમાં આજથી સિંહ દર્શન કરી શકશો. આ માટે તમે વન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગથી લઈને સિંહ દર્શનની મુલાકાતના સ્લોટની તમામ મહિતી અહીં મેળવી શકો છો.

પ્રવાસીઓની વધતી માગને ધ્યાનમાં રાખીને પાર્ક વહેલો ખુલી રહ્યો છે

વન વિભાગના અધિકારી મોહન રામ દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવાયું હતું કે, હાયર ઓથોરિટીના આદેશ અનુસાર ગીર નેશનલ સફારી પાર્ક સહિત રાજ્યના તમામ નેશનલ સેન્ચ્યુરી પાર્ક 16 ઓક્ટોબરને બદલે 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ગીર અભ્યારણ્ય દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધીના 4 મહિના માટે બંધ રાખવામાં આવે છે. આ સમયગાળો મુખ્યત્વે ચોમાસાની ઋતુનો હોય છે, જે વન્યજીવોના પ્રજનન ગાળા દરમિયાન તેમને ખલેલ ન પહોંચાડવા અને ચોમાસાના કારણે ધોવાઈ ગયેલા જંગલના રસ્તાઓની જાળવણી અને સમારકામ માટે જરૂરી હોય છે. જોકે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું લગભગ પૂરું થઈ ગયું હોવાથી વન્યજીવ સપ્તાહની ઉજવણી અને પ્રવાસીઓની વધતી માગને ધ્યાનમાં રાખીને પાર્ક વહેલો ખુલી રહ્યો છે.

પક્ષીપ્રેમીઓ માટે ગીર એક સ્વર્ગ સમાન છે

ગીરની વનરાજીમાં સિંહ ઉપરાંત દીપડા, ઝરખ, સાબર, ચિત્તલ, નીલગાય અને જંગલી બિલાડી જેવા અનેક પ્રાણીઓનું નિવાસસ્થાન છે. વળી, પક્ષીપ્રેમીઓ માટે ગીર એક સ્વર્ગ સમાન છે, જ્યાં 300થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં દુર્લભ ગીધ અને માળીયા હાટીનાના હરણોનો સમાવેશ થાય છે. આ વર્ષે સારો વરસાદ થતા જંગલની સુંદરતા વધુ ખીલી ઉઠી છે, જેના કારણે પ્રવાસીઓ નવી ઊર્જા સાથે કુદરતના ખોળે સિંહોને મસ્તી કરતા જોઈ શકશે.​

આ પણ વાંચો: Gujarat Rain: આગામી 7 દિવસ માટે જાણો હવામાન વિભાગે શું કરી વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×