Junagadh : શાળા તેમજ હોસ્ટેલ સંચાલકની પૂછપરછ, કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે આપી પ્રતિક્રિયા
- Junagadh ની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારતા તપાસ તેજ
- આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર્યો હતો માર
- જિલ્લા કલેક્ટર દ્વારા બનાવવામાં આવી છે તપાસ કમિટી
- તપાસ કમિટીમાં સામેલ અધિકારી પહોંચ્યા હતા હોસ્ટેલ
- શાળા સંચાલક તેમ જ હોસ્ટેલ સંચાલક સાથે પૂછપરછ કરી
Junagadh : જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની (Alpha International School) હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારવાનાં વીડિયો વાઈરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિધાર્થીઓને ઢોર માર મરવાનાં વીડિયો વાઈરલ થતા શાળા પ્રશાસન સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલાની ગંભીરતા સમજીને કલેક્ટર દ્વારા એક તપાસ ટીમની રચના કરાઈ છે જે આજે હોસ્ટેલ પહોંચી હતી અને કાર્યવાહી આદરી હતી.
Junagadh જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કમિટી બનાવાઈ
Junagadh આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવાનાં વીડિયો (Viral Video) સામે આવતા સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનવાની ગંભીરતાને લઈ અધિકારીઓની એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. કમિટી દ્વારા હોસ્ટેલ સંચાલક તેમ જ શાળા સંચાલકનાં નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ માટે આજે ટીમ હોસ્ટેલ પહોંચી હતી. બીજી તરફ મનપા (JMC) દ્વારા પણ હોસ્ટેલનાં બાંધકામને લઈ નિયમાનુસાર તમામ સુવિધા છે કે નહીં તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો - જૂનાગઢની Alpha School હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો : શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપ્યા તપાસના આદેશ
ઘટના હોસ્ટેલની જ હોવાનું સ્કૂલ સંચાલકે સ્વીકાર્યું!
માહિતી અનુસાર, જ્યારે તપાસ ટીમ હોસ્ટેલ પહોંચી ત્યારે ત્યાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલનાં (Alpha International School) સંચાલકને પણ બોલાવવામાં આવ્યા હતા. દરમિયાન, સ્કૂલ સંચાલકે જે જવાબ આપ્યો તે પણ સાંભળવા જેવો છે. તેમણે જણાવ્યું હતું કે, ઘટના સાચી છે અને અહીં જ બની છે. વીડિયો વાઈરલ થયા બાદ મે મીટિંગ બોલાવી તમામ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, કોઈ તકલીફ કે મારામારી થઈ હોય તો જાણ કરો પણ કોઈ બોલ્યું નહીં.. મે હોસ્ટેલનાં સંચાલકને પણ આ બાબતે જાણ કરી હતી.. તેમ જ આ હોસ્ટેલ નિયમાનુસાર છે કોઈ દબાણ કર્યું નથી. જો કે, આ મામલે તપાસ કમિટી દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે તપાસ ક્યારે પૂર્ણ થશે અને જવાબદાર વિદ્યાર્થીઓ સામે શું પગલાં લેવાશે તેનાં પર સૌની નજર છે.
આ પણ વાંચો - Junagadh : હોસ્ટેલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો! શિક્ષણમંત્રીની પ્રતિક્રિયા
Junagadh ની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો | Gujarat First
વિદ્યાર્થીને માર મારવા મુદ્દે MLA Shailesh Parmar નું નિવેદન
"રાજ્યના વિદ્યાર્થીઓ સાથે આવી અનેક ઘટનાઓ બને છે"
"રાજ્ય સરકારે પરિપત્ર કરીને કડક વલણ દાખવવું જોઈએ"#Gujarat #Junagadh #Hostel #Student #ViralVideo… pic.twitter.com/JWgpbGaG8V— Gujarat First (@GujaratFirst) September 6, 2025
વિદ્યાર્થીને માર મારવા મુદ્દે MLA Shailesh Parmar નું નિવેદન
આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય શૈલેષ પરમારની (MLA Shailesh Parma) પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, રાજ્યના વિદ્યાર્થીઓ સાથે આવી અનેક ઘટનાઓ બને છે. ત્યારે રાજ્ય સરકારે પરિપત્ર કરીને કડક વલણ દાખવવું જોઈએ. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ આપણી સમક્ષ આવી રહી છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ સમસ્યા અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
આ પણ વાંચો - 2323 કરોડના સટ્ટાકાંડનો કેસ થતાં સૂત્રધાર Harshit Jain ગોવાથી વાયા નેપાળ થઈને દુબઈ પહોંચ્યો હતો


