Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : માંગનાથ રોડ પર ગટરનાં પાણી ફરી વળ્યા, રાહદારીઓ ગંદા પાણીમાં ચાલવા મજબૂર

તંત્રની ઘોર બેદરકારી CCTV માં કેદ થઈ છે. જ્યારે, સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે.
junagadh   માંગનાથ રોડ પર ગટરનાં પાણી ફરી વળ્યા  રાહદારીઓ ગંદા પાણીમાં ચાલવા મજબૂર
Advertisement
  1. જુનાગઢનાં માંગનાથ રોડ પર ગટરનાં પાણી ફરી વળ્યા (Junagadh)
  2. ગટરનાં પાણીથી વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન
  3. રાહદારીઓ ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર
  4. ગટરનાં પાણીમાં એક બાઈક ચાલક પટકાયો

Junagadh : જુનાગઢમનાં માંગનાથ રોડનાં ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગટરનાં પાણી રોડ-રસ્તા પર ફરી વળતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગટરનાં ગંદા પાણીમાં ચાલવા માટે રાહદારીઓ મજબૂર બન્યા છે. જ્યારે, રોડ પર ગટરનું પાણી ફેલાઈ જતાં તેમાં એક બાઇકસવાર સ્લીપ થઈ પટકાયો હતો. તંત્રની ઘોર બેદરકારી CCTV માં કેદ થઈ છે. જ્યારે, સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે.

આ પણ વાંચો -Ahmedabad : નાણાંની ઉચાપત કેસમાં પૂર્વ પોસ્ટ માસ્ટરને 20 વર્ષે કેદ અને દંડની સજા

Advertisement

Advertisement

માંગનાથ રોડ પર ગટરનાં પાણી ફરી વળ્યા, લોકો પરેશાન

જુનાગઢ શહેરનાં (Junagadh) માંગનાથ રોડ પર ગટર ઊભરાઈ જતાં તેનું ગંદુ પાણી રોડ-રસ્તા પર ફેલાઈ ગયું હતું. ગટરનાં ગંદા પાણીમાં ચાલવા માટે રાહદારીઓ મજબૂર બન્યા છે. દુર્ગંધનાં કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી છે. ગટરનું ગંદુ પાણી રોડ-રસ્તા પર ફેલાઈ જતા માંગનાથ રોડ (Mangnath Road) પર પરથી પસાર થતો એક બાઇકચાલક યુવક સ્લીપ થયો હતો અને ગંદા પાણીમાં પટકાયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

આ પણ વાંચો -Ahmedabad : AMTS-BRTS નાં મુસાફરો માટે રાહતનાં સમાચાર! પ્લાસ્ટિક મુક્ત અ'વાદ માટે નવતર પ્રયોગ

રોડ પર ગટરનું ઢાંકણું અડધું ખુલ્લું રહેતા બાઇક ચાલક પટકાયો

સામે આવલે CCTV ફૂટેજમાં દેખાય છે કે માંગનાથ રોડ પર અધ્ધ વચ્ચે ગટરનું ઢાંકણું અડધું ખુલ્લું હતું. દરમિયાન, ત્યાંથી પસાર થતો બાઈકચાલક ગટરનાં ઢાંકણાથી અથડાઈ ન જાય તે માટે તેણે બ્રેક મારી હતી અને તેની બાઇક સ્લીપ થઈ હતી. બાઇકસવાર ગટરનાં ગંદા પાણીમાં પટકાયો હતો. ભ્રષ્ટ તંત્રની ઘોર બેદરકારીનું પરિણામ સામાન્ય જનતાને ભોગવું પડે છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. આ અંગે ત્વરિત કાર્યવાહી થાય તેમ કહી સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો -Bhavnagar : તાતણીયા ગામે વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે! શાળાની બહાર ઉપવાસ પર બેઠા

Tags :
Advertisement

.

×