Junagadh : ગુરુ ગોરક્ષનાથજીની મૂર્તિ તોડવા મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો!
- Junagadh માં ગિરનારમાં ગોરક્ષનાથજીની મૂર્તિ તોડવા મુદ્દે મોટો ખુલાસો
- મંદિરનાં પૂજારીએ જ ગોરક્ષનાથજીની મૂર્તિને કરી ખંડિત
- પૂજારી કિશોર અને દુકાનદાર રમેશના ષડયંત્રનો પર્દાફાશ
- તોડફોડ મામલે પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા
Junagadh : જુનાગઢનાં ગિરનારમાં (Girnar) ગુરુ ગોરક્ષનાથની (Guru Gorakshnath) મૂર્તિ ખંડિત મામલે મોટા સમાચાર આવ્યા છે. મંદિરનાં પૂજારીએ જ ગોરક્ષનાથજીની મૂર્તિને ખંડિત કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂજારી કિશોર અને દુકાનદાર રમેશના ષડયંત્રનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે. મૂર્તિનાં તોડફોડ મામલે પોલીસે (Junagadh Police) બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Junagadh : ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત થવાની ઘટનાનાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત!
ગોરક્ષનાથજીની મૂર્તિ તોડવા મામલે મોટો ખુલાસો
મંદિરના સેવકે જ ગોરક્ષનાથજીની મૂર્તિને કરી ખંડિત
સેવક અને અન્ય એક સ્થાનિકે સાથે મળી કર્યું કૃત્ય
સમગ્ર રાજ્ય અને દેશભરમાં પડ્યા છે ઘેરા પ્રત્યાઘાત
સેવક કિશોરનાથે આખું ષડયંત્ર રચ્યું હોવાનો ઘટસ્ફોટ
પોલીસે કિશોરનાથની કરી અટકાયત… pic.twitter.com/TYxXbQMnc9— Gujarat First (@GujaratFirst) October 13, 2025
Junagadh માં મંદિરનાં પૂજારીએ ગોરક્ષનાથજીની મૂર્તિ ખંડિત કર્યાનો ઘટસ્ફોટ
જુનાગઢનાં (Junagadh) ગિરનારમાં ગુરુ ગોરક્ષનાથની (Guru Gorakshnath) મૂર્તિ ખંડિત થતાં સાધુ-સંતોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરાઈ હતી. મામલાની ગંભીરતા સમજીને પોલીસે પણ ત્વરિત અને સઘન તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મંદિરનાં પૂજારીએ જ ગોરક્ષનાથજીની મૂર્તિને ખંડિત કરી હોવાનો ઘટસ્ફટો થયો છે. પૂજારી કિશોર અને દુકાનદાર રમેશે સાથે મળીને આ ષડયંત્રને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો - Rajkot : ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ તોડવા મુદ્દે રાજભા ગઢવીએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો રોષ
પૂજારી કિશોર અને દુકાનદારના ષડયંત્રનો પર્દાફાશ, બંનેની ધરપકડ
માહિતી અનુસાર, સેવક કિશોરનાથે આખું ષડયંત્ર રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ગિરનાર પર્વત પર ગુરુ ગોરક્ષનાથજીની મૂર્તિને ખંડિત કરવાની ધૃણાસ્પદ ઘટના બની હતી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં તેનાં પડઘા પડ્યા હતા અને હરિયાણા (Haryana) ખાતે સાધુ-સંતોની એક બેઠક પણ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો આવ્યા હતા અને આ બનાવની ગંભીર નોંધ લઈ ત્વરિત તપાસ અને કડક કાર્યવાહીની માગ કરી હતી. જો કે, આરોપીઓ દ્વારા આ કૃત્ય કેમ કરવામાં આવ્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી પરંતુ, પોલીસની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Mansukh Vasava : અધિકારી, વેપારીઓને મનસુખ વસાવાએ રોકડું પરખાવ્યું, કહ્યું- તમે ગામનાં રાજા નથી..!


