ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh: IPS હર્ષદ મહેતાનું રાજીનામુ સ્વીકારાયું, જાણો તેમના વિશેની ખાસ વાત

IPS અધિકારી હર્ષદ મહેતાનું સ્વૈચ્છીક રાજીનામુ સ્વીકારી ગૃહવિભાગે સત્તાવાર ઓર્ડર બહાર પાડ્યો
08:38 PM Jan 06, 2025 IST | SANJAY
IPS અધિકારી હર્ષદ મહેતાનું સ્વૈચ્છીક રાજીનામુ સ્વીકારી ગૃહવિભાગે સત્તાવાર ઓર્ડર બહાર પાડ્યો
Junagadh Police Big Extortion Case in Gujarat

જૂનાગઢના SP હર્ષદ મહેતાનું રાજીનામુ સ્વીકારાયું છે. જેમા IPS અધિકારી હર્ષદ મહેતાનું સ્વૈચ્છીક રાજીનામુ સ્વીકારી ગૃહવિભાગે સત્તાવાર ઓર્ડર બહાર પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે SP હર્ષદ મેહતાનો વિદાય સમારંભ યોજાશે. શિક્ષક તરીકે ફરજ બજાવ્યા બાદ જિલ્લા પોલીસ વડા બની દેશની સેવા કરનારા હર્ષદ મહેતા વિશે જાણો ઘણી બધી વાતો.

જાણો હર્ષદ મહેતા વિશે:

અમરેલી જિલ્લાના ચલાલાના ગરમલી ગામના વતની હર્ષદ મહેતાનો જન્મ 26 મે 1974ના રોજ થયો હતો. જેમાં હર્ષદ મહેતાએ GPSC પાસ કરી ઓફિસર બન્યા હતા. ચલાલાના ગરમલી ગામના પિતા બાબુભાઈ અને માતા નર્મદાબેનના પુત્ર હર્ષદ મહેતાને 4 ભાઈઓમાં 2 મોટા ભાઈ અને 1 નાનો ભાઈ. તેમના પિતા બાબુભાઈ મહેતા પાણીયા દેવની પ્રાથમિક શાળામાંથી પ્રિન્સિપાલ પદે નિવૃત્ત થઈ ગયા હતા. તેમજ હર્ષદ મહેતાએ પ્રાથમિક અભ્યાસ ગરમલી ગામની પ્રાથમિક શાળામાં જ કર્યો હતો. જે બાદ તેમણે ચલાલાની આર.કે.એમ. હાઈસ્કૂલમાંથી ધો.10થી 12 સુધી અભ્યાસ કર્યો હતો. તેમણે ધો.10 પછી PTC વડિયાની કોલેજમાં કરી તેઓ 17 વર્ષે પીટીસી થઈ ગયા હતા. જોકે, 18 વર્ષ પહેલા તેમને નોકરી ન મળે તે માટે તેમણે અભ્યાસ શરૂ રાખ્યો હતો.

અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાંથી B.A. વિથ ઈંગ્લીશ કર્યું

અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાંથી B.A. વિથ ઈંગ્લીશ કર્યું હતું. તેમાં કોલેજમાં પહેલા નંબરે આવ્યા હતા. આ પછી 1996થી 1998 સુધી રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇંગ્લીશ ડિપાર્ટમેન્ટમાં M.A. કરી ડિપાર્ટમેન્ટમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવતા ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ પછી હર્ષદ મહેતાએ અલીયાબાડાની B.Ed. કોલેજમાંથી B.Ed. કર્યું હતું. હર્ષદ મહેતાને દમણની સેન્ટ્રલ સ્કૂલમાં નોકરી મળી હતી. ત્યાં 1 વર્ષ નોકરી કર્યા બાદ લાઠીની કલાપી સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ઈંગ્લીશ ટીચર તરીકે 7 વર્ષ નોકરી કરી હતી. એ દરમિયાન 2001માં GPSCની પરીક્ષા આપી તેમાં પ્રિલિમ મેઈન પાસ કરીને ઇન્ટરવ્યૂ પણ આપ્યું હતું. જોકે, 2004માં પરિણામમાં કટ ઓફમાં છ માર્ક માટે તેઓ રહી ગયા હતા. આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પાર્ટ ટાઈમ M.Ed.નો કોર્સ કરી પોતે ડિગ્રી મેળવી હતી. જે બાદ તેઓ લાઠીની સરકારી નોકરી છોડી રાજકોટ આવ્યા અને અહીં ટી.વી.રાવ કોલેજમાં B.Ed., M.Ed.માં લેક્ચરર તરીકે ફરજ બજાવી હતી.

2007માં GPSCની ફરી જાહેરાત આવી તેમાં પ્રિલિમ અને મેઇન્સ પાસ કરી ઇન્ટરવ્યૂમાં પણ પાસ થયા

2007માં GPSC ની ફરી જાહેરાત આવી તેમાં પ્રિલિમ અને મેઇન્સ પાસ કરી ઇન્ટરવ્યૂમાં પણ પાસ થયા હતા. જેમાં 4 વર્ષ બાદ 2011માં તેમનું પરિણામ આવ્યું અને તેઓ 27માં રેન્ક સાથે પાસ થઈ DySP બન્યા હતા. DySP તરીકે પસંદ થયા બાદ પણ તેમની બિમારીએ પરેશાન કર્યા હતા. હર્ષદ મહેતાને જ્યારે ટ્રેનિંગમાં જવાનું હતું. ત્યારે તેમના બંને હિપ જોઈન્ટમાં રુમેટોઇડ આર્થરાઈટિસ આવ્યું હતું. DySP તરીકે સિલેક્શન થયું હતું અને બીજી તરફ આ બીમારીને કારણે તેમને પથારીવશ થવું પડ્યું હતું. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા તરીકે હર્ષદ મહેતાએ ચાર્જ સંભાળ્યા પછી વિવિધ કામગીરી કરી છે ત્યારે હવે IPS અધિકારી હર્ષદ મહેતાનું સ્વૈચ્છીક રાજીનામુ સ્વીકારાયું છે.

આ પણ વાંચો: Rajkot: વિંછીયાના થોરિયાળી ગામે પરિસ્થિતિ તંગ, ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો ગંભીર

 

Tags :
Gujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top Newsharshad mehtaIPSJunagadhTop Gujarati News
Next Article