Junagadh : 'ગાર્ડ ઓફ ઓનર' આપી જવાનને અંતિમ વિદાય અપાઈ, મંત્રી, MLA, મોટી સંખ્યામાં લોકો જોડાયા
- Junagadh નાં ટીકરમાં શહીદ જવાનની અંતિમવિધિ કરાઈ
- જવાન ભરત ભેટારિયા બે દિવસ પહેલા નદીમાં ડૂબ્યા હતા
- મિત્રો સાથે ટીકર પાસેની ઓઝત નદીમાં ન્હાવા ગયા હતા
- નદીમાં ડૂબતા બે મિત્રોને બચાવતા જવાન ભરત ભેટારિયા પોતે શહીદ થયા
- કેબિનેટ મંત્રી, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો અંતિમવિધીમાં જોડાયા
- 'ગાર્ડ ઓફ ઓનર' આપી જવાનને અંતિમ વિદાય અપાઈ
Junagadh : ટીકરમાં આજે શહીદ જવાનની અંતિમવિધિ યોજાઈ હતી. બે દિવસ પહેલા જવાન ભરત ભેટારિયા (Bharat Bhetaria) મિત્રો સાથે ઓઝત નદીમાં ન્હાવા ગયા હતા. દરમિયાન, મિત્રો ડૂબી રહ્યા હોવાથી ભરત ભેટારિયાએ મિત્રોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. જો કે, મિત્રોનો જીવ તો જવાને બચાવી લીધો પરંતુ, પોતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં શહીદ થયા હતા. આજે ટીકર ગામે (Tikar Village) શહીદ જવાનની અંતિમ યાત્રા નિકળતા આખેઆખું ગામ હિબકે ચઢ્યું હતું. અંતિમ યાત્રામાં કેબિનેટ મંત્રી, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. 'ગાર્ડ ઓફ ઓનર' (Guard of Honor) આપી જવાનને અંતિમ વિદાય આપવામાં આવી.
આ પણ વાંચો - Gujarat Police : ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનાં ઉપયોગમાં ગુજરાત પોલીસ પ્રથમ સ્થાને : DGP વિકાસ સહાય
Junagadh ની નદીમાં ડૂબતા મિત્રોને બચાવ્યા, પોતે ડૂબી જતાં જવાન શહીદ થયા
જુનાગઢમાં (Junagadh) ટીકર ગામ નજીક આવેલ ઓઝત નદીમાં (Ozat river) બે દિવસ પહેલા આર્મી જવાન ભરત લક્ષ્મણભાઈ ભેટારિયા મિત્રો સાથે ન્હાવા માટે ગયા હતા. જો કે, આ દરમિયાન એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ. નદીમાં નહાતી વખતે બે મિત્ર ડૂબવા લાગ્યા હતા. મિત્રોને ડૂબતા જોઈ બહાદુર જવાન ભરત ભેટારિયા તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાનો જીવ જોખમમાં મૂકીને ભરત ભેટારિયાએ (Bharat Bhetaria) મિત્રોને ડૂબતા બચાવ્યા હતા. પરંતુ, તે દરમિયાન પોતે ઊંડા પાણીમાં ડૂબી જતાં શહીદ થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જવાનને શોધવાની કામગીરી હાથ ધરી હતી.
Junagadh | જૂનાગઢના ટીકરમાં શહીદ જવાનની અંતિમવિધી કરાઈ | Gujarat First
ભરત ભેટારીયાનું બે દીવસ પહેલા નદીમાં ડૂબી જતા અવસાન
મિત્રો સાથે ટીકર પાસેની ઓઝત નદીમાં ન્હાવા પડ્યા હતા
શહીદ ભરત ભેટારીયાએ ડુબતા બે મિત્રોને બચાવ્યા
પોતે ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા શહીદ થયા
કેબીનેટ મંત્રી… pic.twitter.com/l9mhcHqLlo— Gujarat First (@GujaratFirst) October 24, 2025
આ પણ વાંચો - Dwarka : એસ્સાર કંપનીમાં લાગી ભયંકર આગ, ફાયર ફાયટરની ચારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે
'ગાર્ડ ઓફ ઓનર' આપી જવાનને અંતિમ વિદાય અપાઈ
માહિતી અનુસાર, 18 કલાકની ભારે જહેમત બાદ જવાન ભરત ભેટારિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે તેમનાં ગામ ટીકરમાં શહીદ જવાનની અંતિમવિધિ યોજાઈ હતી. આ અંતિમ વિધિમાં કેબિનેટ મંત્રી, ધારાસભ્યો સહિત ગામનાં અને નજીકનાં અન્ય ગામનાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહીદ જવાનને 'ગાર્ડ ઓફ ઓનર' (Guard of Honor) આપી અંતિમ વિધિ કરવામાં આવી. બહાદુર જવાનના આકસ્મિક મોતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યો હતો. શહીદ જવાન ભરત ભેટારિયા લેહ-લદ્દાખ ખાતે ફરજ પર હતા. તેમને જાણીને ગર્વ થશે કે ભેટારિયા પરિવારમાંથી 6 યુવાન સેનામાં ફરજ બજાવે છે.
આ પણ વાંચો - Vadodara : શહેરના મહેમાન બનેલા કેન્દ્રિય મંત્રી નારાજ, મેયર અને સાંસદને સ્ટેજ પર ખખડાવ્યા


