Junagadh : ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા યુવક પોતે કચેરીનાં ગેટ સામે સુઈ ગયો! જુઓ Viral Video
- જુનાગઢ મનપામાં રસ્તા મુદ્દે એક યુવકે વિરોધ કર્યો (Junagadh)
- મનપા કચેરીનાં મુખ્ય દરવાજે યુવક ઊંઘી ગયો હતો
- મનપાનાં અધિકારીઓએ સમજાવવાના પ્રયાસ કર્યો
- આખરે મનપાનાં અધિકારીઓએ પોલીસ બોલાવી હતી
Junagadh : ચોમાસા દરમિયાન મોટાભાગનાં વિસ્તારોમાં રોડ-રસ્તાની હાલત બિસ્માર થઈ છે. ત્યારે, તૂટેલા રસ્તાઓથી પરેશાન લોકોનો તંત્ર સાથે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તંત્ર ઉદાસિનતાની ઘોર નિંદ્રામાં સૂતેલું છે તેવી ચર્ચાઓ નાગરિકો વચ્ચે થઈ રહી છે. ત્યારે એક યુવક જુનાગઢ મનપાની (JMC) કચેરીએ પહોંચ્યો હતો અને મુખ્ય દરવાજે ઊંઘી ગયો હતો. અધિકારીઓ દ્વારા સમજાવવા છતાં યુવક માન્યો નહોતો અને તેનાં કારણે લોકોનાં ટોળા એકઠા થયા હતા. અધિકારીઓએ પોલીસને જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. યુવક નશાની હાલતમાં હોવાનો પોલીસનો દાવો છે.
આ પણ વાંચો - જામનગર: 26 વર્ષનો ફરાર ગુનેગાર દ્વારકા પોલીસના હાથે ઝડપાયો: પેટ્રોલ પંપ અને રૂક્ષ્મણી મંદિર લૂંટનો ખુલાસો
મનપા કચેરીનાં મુખ્ય દરવાજે યુવક ઊંઘી ગયો હતો
જુનાગઢમાં (Junagadh) રોડ-રસ્તાઓની બિસ્માર હાલતથી નાગરિકો હેરાન-પરેશાન થયા છે. ત્યારે મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા અને ખોદકામનાં કારણે નાગરિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. દરમિયાન, રસ્તા મુદ્દે આજે એક યુવક જુનાગઢ મનપાની (JMC) કચેરીએ પહોંચ્યો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો. ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા માટે યુવક કચેરીનાં મુખ્ય દરવાજા સામે સુઈ ગયો હોવાની ચર્ચા છે. યુવકને સૂતો જોઈ અધિકારીઓ દોડી આવ્યા હતા અને યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
જૂનાગઢ મનપામાં રસ્તા મુદ્દે એક યુવકે કર્યો વિરોધ
મનપા કચેરીના મુખ્ય દરવાજે ઊંઘી ગયો યુવક
મનપાના અધિકારીઓએ સમજાવવાના કર્યા પ્રયાસ
મનપાની કચેરીએ તમાશો થતા લોકોના ટોળા એકઠા થયા
આખરે મનપાના અધિકારીઓએ બોલાવી પોલીસ
પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઇ ગઇ
યુવક નશાની હાલતમાં હોવાનો પોલીસનો દાવો… pic.twitter.com/uRWpapwPlR— Gujarat First (@GujaratFirst) August 8, 2025
આ પણ વાંચો - Bhavnagar : 100 થી વધુ કારનાં કાફલા સાથે 2 હજારથી વધુ પાટીદાર સુરતથી કાળાતળાવ ગામ પહોંચ્યા
યુવક નશામાં હોવાનો Junagadh પોલીસનો દાવો
જો કે, યુવક ના માનતા મનપા કચેરીએ તમાશો થતાં લોકોનું ટોળું ભેગું થયું હતું. અંતે મનપા અધિકારીઓએ પોલીસને (Junagadh Police) જાણ કરી હતી. આથી, પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસનું પ્રાથમિક તારણ છે કે યુવક નશામાં હતો. જો કે, આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં યુવક નશાની હાલતમાં ન હોવાનું કેટલાક લોકો કહી રહ્યા છે.
આ પણ વાંચો - કરોડોની જમીન, બાંધકામ સહિતનો ખર્ચ Gujarat University કરશે અને વહીવટ ખાનગી કલબ કરશે


