Junagadh : ગીરમાં વરસાદનો આનંદ માણતા સિંહ પરિવારનો Video વાઇરલ!
- ગીરમાં આરામ ફરમાવતા સિંહ પરિવારનો વીડિયો વાઇરલ (Junagadh)
- રીમઝીમ વરસાદની મોજ માણતા સિંહ અને સિંહણનો વીડિયો વાઇરલ
- સાસણ જંગલમાં સિંહ અને સિંહણ વરસાદની મજા લઈ રહ્યા છે.
- સોશિયલ મીડિયામાં વીડિયો વાઇર થયાં લોકોની અલગ-અલગ પ્રતિક્રિયા
Junagadh : ગીરમાં (Gir) હાલ વરસાદી માહોલ જામતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ગીરમાં રહેતા વન્યજીવો પણ જાણે કાળઝાળ ગરમી બાદ ચોમાસાનો આનંદ માણતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રીમઝીમ વરસાદની મોજ માણતા સિંહ અને સિંહણનો વીડિયો (Lion Viral Video) સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.
આ પણ વાંચો - Navsari : સાપુતારામાં જામી પ્રવાસીઓની ભીડ, અનેક ધોધ તેમજ ઝરણા થયા જીવંત
વરસાદ ની મોજ માણતા સિંહ અને સિંહણ
સાસણ જંગલમા સિંહ અને સિંહણ વરસાદ ની લઈ રહ્યા છે મજા#Gujarat #Junagadh #Lions #SasanGir #GirSomnath #ViralVideo #WildAnimals #GujaratFirst pic.twitter.com/Y6IrHhFdtn— Gujarat First (@GujaratFirst) June 29, 2025
રીમઝીમ વરસાદની મોજ માણતા સિંહ અને સિંહણનો વીડિયો વાઇરલ
જુનાગઢમાં (Junagadh) ગીર જંગલમાં વરસાદ થતાં જંગલનો રાજા સિંહ યુગલ અસહ્ય ગરમીથી રાહત મેળવતા રીમઝીમ વરસાદની મોજ માણતા વાઇરલ વીડિયોમાં નજરે પડી રહ્યા છે. કાળઝાળ ગરમી બાદ વરસાદનાં આગમનથી જેમ માનવજીવન પ્રફુલ્લિત બને છે તેમ જંગલનાં વન્યજીવો પણ વરસાદથી ભીંજાઈને આનંદ મેળવે છે. ત્યારે, સાસણ (Sasan) જંગલમાં સિંહ અને સિંહણ વરસાદની મોજ લેતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વરસાદની ઋતુ સિંહ તેમ જ અન્ય પ્રાણીઓનો મેટીંગ પિરિયડ માનવામાં આવે છે.
આ પણ વાંચો - Bhavnagar : માઢીયા ગામમાં સરકારી માધ્યમિક શાળામાં 5 વર્ષથી વીજળી જ નથી ?
વિવિધ જિલ્લાઓમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત
જણાવી દઈએ કે, જુનાગઢ, અમરેલી (Amreli), પોરબંદર, ભાવનગર (Bhavnagar) સહિતનાં જિલ્લાઓમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. અવરિત વરસાદ વરસતા અનેક જિલ્લાઓમાં નદી, નાળા, તળાવ, ડેમ વરસાદી પાણીથી છલોછલ થયા છે. કેટલાક ડેમમાં વરસાદી પાણીની આવકમાં એટલો વધારો થયો કે ડેમનાં દરવાજા ખોલવાની ફરજ પડી છે. જ્યાં એક તરફ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. ત્યાં બીજી તરફ ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ પણ સેવાઈ છે.
આ પણ વાંચો - Ahmedabad: વિરમગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, બસ ડેપોમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી


