Junagadh : ઓજત વીયર ડેમનાં તમામ દરવાજે પાણી વહેતા થયા, ગિરનારમાં અદ્ભુત દ્રશ્ય
- Junagadh નાં ઓજત વીયર ડેમમાં નવા નીર આવ્યા
- વિસાવદરમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી
- ડેમના તમામ દરવાજામાંથી પાણી વહેવા લાગ્યા
- ગિરનાર પર્વત પર 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો
- ગિરનારની સીડી પરથી વરસાદી પાણી વહેતા જોવા મળ્યા
જુનાગઢ જિલ્લામાં (Junagadh) મેઘરાજાની મહેર જોવા મળી છે. ઓજત વીયર ડેમમાં (Ozat Weir Dam) નવા નીર આવ્યા છે. જ્યારે, ગિરનાર પર્વત પર 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાથી સીડી પરથી વરસાદી પાણી વહેતા નજરે પડ્યા હતા. ભારે વરસાદથી પર્વત પર ઝરણા પણ થયા વહેતા થયા હતા. ઝરણા વહેતા અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો - Sabarkantha : હિંમતનગર પાલિકાનાં પદાધિકારીનો અડધીરાતે રૂઆબ કે દાદાગીરી ?
ઓજત વીયર ડેમનાં તમામ દરવાજામાંથી પાણી વહેવા લાગ્યા
જુનાગઢ શહેર અને જિલ્લામાં (Junagadh) આજે પણ મેઘરાજાની મહેર જોવા મળી છે. વિવિધ તાલુકામાં વરસાદ ખાબકતા તળાવ, નાળા અને નદીઓ પાણીથી છલકાયા છે. જ્યારે, વિસાવદરની (Visavadar) વાત કરીએ તો આજે ભારે વરસાદના કારણે ઓજત વીયર ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમના તમામ દરવાજામાંથી પાણી વહેવા લાગ્યા છે. પ્રથમ વરસાદે જ ઓજત વીયર ડેમમાં નવા નીરની સારી આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે, સતત થઈ રહેલા વરસાદનાં કારણે પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ છે. સિંચાઈનાં પાણી માટે ઓજત વીયર ડેમનો ઉપયોગ કરાય છે.
આ પણ વાંચો - Bhavnagar : પાણી ભરેલા ખાડામાં 3 માસૂમ બાળક પડ્યા, 2 નું મોત, 1 નો આબાદ બચાવ
ગિરનાર પર્વત પર 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો
બીજી તરફ ધોધમાર વરસાદનાં કારણે ગિરનાર પર્વત (Girnar) પર 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સતત વરસાદ થતાં ગિરનારની સીડી પરથી વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા. ભારે વરસાદથી પર્વત પર ઝરણા પણ વહેતા થયા હતા. ઝરણા વહેતા અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર, શિખરની સીડી પરથી પાણી વહેતા થતા હતા.
આ પણ વાંચો - Jamnagar : શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કરંટ લાગતા યુવકનું મોત!


