ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : જૂની અદાવતે હિંસક હુમલો, રાજભા ગઢવીના પરિચિત પર મોટો આરોપ

લાંગડીયા મીહીર નામના યુવક પર પાંચ જેટલા શખ્સો દ્વારા ધોકા અને પાઇપ વડે હુમલો કરાયાના સીસીટીવી સામે આવ્યા છે. બે દિવસ પૂર્વે મીહીરની અભય ગઢવી સાથે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખીને આ હુમલો કરાયો હોવાનું હાલ તબક્કે સપાટી પર આવ્યું છે. આ ઘટનામાં રાજભા ગઢવીના ડ્રાઇવરે રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આરોપ પણ મુકવામાં આવ્યો છે
04:34 PM Oct 22, 2025 IST | PARTH PANDYA
લાંગડીયા મીહીર નામના યુવક પર પાંચ જેટલા શખ્સો દ્વારા ધોકા અને પાઇપ વડે હુમલો કરાયાના સીસીટીવી સામે આવ્યા છે. બે દિવસ પૂર્વે મીહીરની અભય ગઢવી સાથે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખીને આ હુમલો કરાયો હોવાનું હાલ તબક્કે સપાટી પર આવ્યું છે. આ ઘટનામાં રાજભા ગઢવીના ડ્રાઇવરે રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આરોપ પણ મુકવામાં આવ્યો છે

Junagadh : તહેવારોના સમયમાં જૂનાગઢમાં (Junagadh) યુવાન પર ધાતકી હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલો જૂની અદાવતે કરવામાં આવ્યો હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. લાંગડીયા મીહીર નામના યુવક પર પાંચ જેટલા શખ્સો દ્વારા ધોકા અને પાઇપ વડે હુમલો કરાયાના સીસીટીવી (Junagadh - Attack CCTV) સામે આવ્યા છે. બે દિવસ પૂર્વે મીહીરની અભય ગઢવી સાથે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખીને આ હુમલો કરાયો હોવાનું હાલ તબક્કે સપાટી પર આવ્યું છે. આ ઘટનામાં રાજભા ગઢવીના (Rajbha Gadhvi) ડ્રાઇવરે રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આરોપ પણ મુકવામાં આવ્યો છે. આ મામલે પોલીસ તપાસમાં શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

ઘટનાના સીસીટીવી સામે આવ્યા

તહેવારો ટાણે જ જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ ફટાકડા ફોડવા જેની નજીવી બાબતે યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ મધુરમ વિસ્તારમાં આવેલી પાનની દુકાન પર અડધો ડઝન લોકોએ મીહીર લાંગડિયા પર ધોકા અને પાઇપથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી હાલ સપાટી પર આવ્યા છે.

પાઇપ અને ધોકા વડે તુટી પડ્યા

બે દિવસ પૂર્વે મીહીર લાંગડિયાને અભય ગઢવી સાથે બોલાચાલી થઇ હતી. તે વાતનો ખાર રાખીને અભય ગઢવીએ માણસો મોકલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં અડધો ડઝન જેટલા લોકોએ મીહીર પર ધોકા અને પાઇપ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલાની ઘટનામાં મીહીરના બંને પગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પીડિત યુવાન ન્યાયની માંગણી કરી રહ્યો છે.

રિવોલ્વર બતાવી મારી નાંખવાની ધમકી

બીજી તરફ હુમલાનું કારણ માત્ર બોલાચાલી કે અન્ય કંઇ પણ, તે અંગે પણ લોકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત છે કે, આ હુમલાની ઘટનામાં રાજભા ગઢવીના ડ્રાઇવરે રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસના અંતે શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -----  Vadodara : ફૂટપાથ પર નિંદર માણતા શ્રમજીવી પરિવારને કાર ચાલકે કચડ્યો, બાળકનું મોત

Tags :
GujaratFirstgujaratfirstnewsGujaratiNewsJunagadhlawandorderRajbhaGadhviYounaManAttacked
Next Article