Junagadh : કોંગ્રેસમાંથી આવતા કોઇપણ વ્યક્તિની જરૂર નથી: અરવિંદ લાડાણી
- જુનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જામ્યો જંગ
- માણાવદરની ત્રણ નપામાં યોજાઇ રહી છે ચૂંટણી
- માણાવદર, બાંટવા અને વંથલીમાં ચૂંટણી જંગ
Junagadh માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં માણાવદરની ત્રણ નપામાં ચૂંટણી યોજાઇ રહી છે તેમજ માણાવદર, બાંટવા અને વંથલીમાં ચૂંટણી જંગ જામ્યો છે. માણાવદરની ત્રણેય નપામાં ભાજપનું શાસન છે. ત્યારે માણાવદરના ધારાસભ્યે જીતનો દાવો કર્યો છે. જેમાં ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જીતનો દાવો કરતા જણાવ્યું છે કે ત્રણેય નપામાં ફરીવાર ભાજપની સત્તા આવશે.
ભાજપ વિકાસના કાર્યોને લઇ પ્રચાર કરી રહ્યુ છે
ભાજપ વિકાસના કાર્યોને લઇ પ્રચાર કરી રહ્યુ છે. ભાજપે હંમેશા વિકાસની જ રાજનીતિ કરી છે. કોંગ્રેસમાંથી આવતા કોઇપણ વ્યક્તિની જરૂર નથી. માણાવદરના ધારાસભ્ય લાડાણીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં જણાવ્યું છે કે માણાવદર વિધાનસભા વિસ્તારમાં આવતી માણાવદર, બાંટવા અને વંથલી ત્રણેય નગરપાલિકામાં ભાજપનું શાસન આવશે. ભાજપમાં કોઈજ જૂથવાદ નથી કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસમાંથી આવતા કોઈજ લોકોને લેવાની જરૂર નથી. ભાજપ વિકાસના નામે મત મેળવી રહ્યું છે. જેમાં વિકાસ નામે તમામ પાલિકા અને પેટા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે આમતો ભાજપની 8 બેઠક બિન હરીફ થઈ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે આમતો ભાજપની 8 બેઠક બિન હરીફ થઈ છે અને બે બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો છે. સ્થાનિક ચૂંટણીમાં કેવો માહોલ રહેશે તે ગુજરાત ફર્સ્ટ દ્વારા આજે જૂનાગઢના લોકો અને યુવાનો સાથે વાતચીત કરી જુનાગઢની સમસ્યા અને સુવિધાને લઈ ચર્ચા કરવામાં આવી છે. જુનાગઢ મહાનગર પાલિકાની વાત કરવામાં આવે તો જુનાગઢ મહાનગર પાલિકા 15 વોર્ડ આવેલા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને જીત મેળવવા એડી ચોટીનું જોર લાગવી રહ્યાં છે. જુનાગઢમાં ભાજપ શાસિત મહાનગર પાલિકા હતી જોકે જુનાગઢમાં ચોમાસમાં આવેલ પૂરના કારણે મહાનગર પાલિકા ચર્ચામાં આવી હતી. ગેરકાયદે બાંધકામો નદીઓ પર થયેલા જેથી જુનાગઢના લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા અને મહાનગર પાલિકાની કામગીરી પર સવાલો પણ ઉઠ્યા હતા. ત્યારે જુનાગઢ મહાનગર પાલિકામાં ચૂંટણી જંગ જીતવા ભાજપ કોંગ્રેસ બન્ને એડિ ચોટીનું જોર લગાવી રહ્યાં છે.
આ પણ વાંચો: Ranveer Allahbadia, સમય રૈના અને અન્ય 5 લોકો સામે આસામમાં કેસ દાખલ


