Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : જુનાગઢમાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત, પણ બન્યું એવું કે ચર્ચાઓ શરૂ થઈ!

રાહુલ ગાંધીએ જુનાગઢમાં ભવનાથ ખાતે યોજાયેલ કોંગ્રેસની (Congress) પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી.
junagadh   જુનાગઢમાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત  પણ બન્યું એવું કે ચર્ચાઓ શરૂ થઈ
Advertisement
  1. Junagadh માં રાહુલ ગાંધીના સ્વાગતમાં દેખાયો પાકિસ્તાન પ્રેમ!
  2. જુનાગઢમાં રાહુલ ગાંધીના સ્વાગતમાં પાકિસ્તાની ગીત વગાડાયું
  3. પાકિસ્તાની ક્રિકેટર માટે બનાવાયેલું ગીત વગાડવામાં આવ્યું
  4. રાહુલ ગાંધીના સ્વાગત વખતે DJ માં વાગ્યું પાકિસ્તાની ગીત

Junagadh : લોકસભાનાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, રાહુલ ગાંધીએ જુનાગઢમાં ભવનાથ ખાતે યોજાયેલ કોંગ્રેસની (Congress) પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા (Amit Chavda), ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી સહિતનાં નેતાઓ અને મોટી સંખ્યામાં હાજર કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જો કે, આ દરમિયાન એક ગીતનાં કારણે હવે વિવાદ ઊભો થયો છે. રાહુલ ગાંધીના સ્વાગતમાં પાકિસ્તાની ગીત (Pakistani Song) વગાડવામાં આવતા ચર્ચાનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો -Ahmedabad માંથી સિંગલ ઓર્ડરથી બદલી કરાયેલા બે PI ને વડોદરામાં મુકાયા

Advertisement

Advertisement

Junagadh માં રાહુલ ગાંધીના સ્વાગતમાં પાકિસ્તાની ગીત વગાડતા વિવાદ!

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢમાં (Junagadh) વિપક્ષ નેતા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki), તુષાર ચૌધરી સહિતનાં નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી જ્યારે ભવનાથ ખાતે યોજાયેલ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે રોડ પર કોંગ્રેસનાં કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જો કે, આ દરમિયાન ડી.જે.માં પાકિસ્તાની ગીત વાગ્યું હતું.

આ પણ વાંચો -Bharuch : દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, ફાયરની વિવિઘ ગાડીઓ ઘટના સ્થળે

પાકિસ્તાની ક્રિકેટરો માટે બનાવાયેલું 'જીત કી લગન' સોંગ વાગતા ચર્ચાઓ શરૂ!

રાહુલ ગાંધીનાં (Rahul Gandhi) સ્વાગત સમયે DJ માં પાકિસ્તાની ક્રિકેટરો માટે બનાવાયેલું 'જીત કી લગન' સોંગ વગાડવામાં આવતા હવે ચર્ચાનો માહોલ સર્જાયો છે. કેટલાક લોકો જુનાગઢમાં રાહુલ ગાંધીના સ્વાગતમાં પાકિસ્તાન પ્રેમ દેખાયો હોય તેવી પણ ચર્ચાઓ કરી રહ્યા છે. આ સાથે ભાજપના (BJP) નેતાઓને પણ રાહુલ ગાંધી પર પ્રહાર કરવાની વધુ એક તક મળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીનો કાફલો જ્યારે પ્રસાર થઈ રહ્યો હતો ત્યારે પાર્ટી કાર્યકરોએ 'રાહુલ ગાંધી તુમ આગે બઢો' ના નારા પણ લાગ્યા હતા.

આ પણ વાંચો - Rajkot : મોરબી રોડ પર ડમ્પરના આતંકમાં 8 વર્ષના બાળકનું કરુણ મોત, પરિવારે ચક્કાજામ કરી ન્યાયની માંગ

Tags :
Advertisement

.

×