Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Gram Panchayat Election 2025 Results: વેવાણ જયાબેન ડાંગોદરાએ વેવાણને આખી પેનલ સાથે હરાવ્યા

ગીર સોમનાથના જુના ઉગલા ગામનું ચૂંટણી પરિણામ ભાવનાબેનને તેમના વેવાણ જયાબેને હરાવ્યા હવે ચૂંટાયેલા સરપંચ જયાબેન પડતર પ્રશ્નોનો હલ કરશે Gujarat Gram Panchayat Election 2025 Results: ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આજરોજ આવ્યું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા...
gujarat gram panchayat election 2025 results  વેવાણ જયાબેન ડાંગોદરાએ વેવાણને આખી પેનલ સાથે હરાવ્યા
Advertisement
  • ગીર સોમનાથના જુના ઉગલા ગામનું ચૂંટણી પરિણામ
  • ભાવનાબેનને તેમના વેવાણ જયાબેને હરાવ્યા
  • હવે ચૂંટાયેલા સરપંચ જયાબેન પડતર પ્રશ્નોનો હલ કરશે

Gujarat Gram Panchayat Election 2025 Results: ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આજરોજ આવ્યું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે 2 વેવાણ સામ સામે ચૂંટણી લડ્યા હતા, જે પૈકી 10 વર્ષથી શાસનમાં રહેલા વેવાણના શાસનનો વેવાણે જ અંત લાવ્યો છે. 10 વર્ષથી સરપંચ તરીકે રહેલા ભાવનાબેન નંદવાણાને તેમના વેવાણ જયાબેન ડાંગોદરાએ 606 મતે આખી પેનલ સાથે હરાવ્યા છે, જયાબેનની પેનલના તમામ 7 સભ્યો સાતે જીત થઈ છે.

Advertisement

હવે ચૂંટાયેલા સરપંચ જયાબેન પડતર પ્રશ્નોનો હલ કરશે

આગામી સમયમાં રોડ રસ્તા અને પાણી સહિતના પડતર કામો કરવાનો નવા સરપંચ જયાબેને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વેવાણ વર્સિસ વેવાણનો જંગ રસપ્રદ હતો. જેમાં બંને વેવાણ વિકાસકામોની વાતને લઈ ચૂંટણી લડ્યા હતા. વેવાણના સરપંચ તરીકેના કામથી વેવાણ જયાબેન નાખુશ હતા. જ્યારે હવે ચૂંટાયેલા સરપંચ જયાબેન પડતર પ્રશ્નોનો હલ કરશે.

Advertisement

બંને વેવાણો ગામના વિકાસને લઈને ચૂંટણી મેદાનમાં આવ્યા હતા

જયાબેન ડાંગોદરા અને ભાવનાબેન નંદવાણા આ બંને વેવાણો ગામના વિકાસને લઈને ચૂંટણી મેદાનમાં આવ્યા હતા. જયાબેન ડાગોદરા જો સરપંચ બનશે તો તેમના વેવાણ ભાવનાબેન નંદવાણાના સમયમાં ન થયેલા ગામના વિકાસના કામો કરવાને લઈને પોતાની વેવાણને ચૂંટણી મેદાનમાં ટક્કર આપી છે તો બીજી તરફ ભાવનાબેન નંદવાણા પણ પોતાની વેવાણ જયાબેન ડાંગોદરા દ્વારા જે વચનો આપ્યા છે, તેનાથી આગળ વધીને ગામના કામો કરીશ તેવા તર્ક સાથે બંને વેવાણોએ એકબીજાને ટક્કર આપી હતી. રાજકીય ટક્કર ચૂંટણી બાદ બંને પરિવારો માટે કોઈ સામાજિક ટક્કરનું કારણ ન બને તે માટે પણ જુના ઉગલા ગામે સૌથી વધારે ચર્ચામાં જોવા મળી છે.

આ પણ વાંચો: Gaganyan Mission Axiom4 : ભારતના 'સ્પેસ હિરો' શુભાંશુ શુક્લાએ રચ્યો ઈતિહાસ

Tags :
Advertisement

.

×