ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh: સરદાર પટેલની 150મી જન્મજયંતિની રાજ્ય કક્ષાની ઉજવણી કરાઇ

Junagadh: સરદાર પટેલની 150મી જન્મજયંતિની રાજ્ય કક્ષાની ઉજવણી જુનાગઢમાં થઇ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા છે. આજે જૂનાગઢમાં યુનિટી માર્ચનું ભવ્ય આયોજન છે. યુનિટી માર્ચ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા છે. તથા એક ભારત આત્મનિર્ભર ભારતની થીમ પર ખાસ આયોજન છે. 8.6 કિમીની યુનિટી માર્ચને મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી
11:49 AM Nov 09, 2025 IST | SANJAY
Junagadh: સરદાર પટેલની 150મી જન્મજયંતિની રાજ્ય કક્ષાની ઉજવણી જુનાગઢમાં થઇ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા છે. આજે જૂનાગઢમાં યુનિટી માર્ચનું ભવ્ય આયોજન છે. યુનિટી માર્ચ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા છે. તથા એક ભારત આત્મનિર્ભર ભારતની થીમ પર ખાસ આયોજન છે. 8.6 કિમીની યુનિટી માર્ચને મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી
Sardar Patel, Junagadh, Gujarat, Bhupendra Patel, Unity March

Junagadh: સરદાર પટેલની 150મી જન્મજયંતિની રાજ્ય કક્ષાની ઉજવણી જુનાગઢમાં થઇ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા છે. આજે જૂનાગઢમાં યુનિટી માર્ચનું ભવ્ય આયોજન છે. યુનિટી માર્ચ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા છે. તથા એક ભારત આત્મનિર્ભર ભારતની થીમ પર ખાસ આયોજન છે. 8.6 કિમીની યુનિટી માર્ચને મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી છે. બહાઉદીન કોલેજ ખાતે સાધુ સંતો દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરાયું છે. જેમાં કૌશીકભાઈ વેકરીયા, ડૉ.પ્રદ્યુમન વાજા સહિતના મંત્રીઓ ઉપસ્થિત છે.

રાજ્યવ્યાપી પદયાત્રાનો જુનાગઢથી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે યુનિટીમાર્ચના ભાગરૂપે યોજનારી રાજ્યવ્યાપી પદયાત્રાનો જુનાગઢથી પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે આ યુનિટી માર્ચનું આયોજન રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જુનાગઢ જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે કરવામાં આવ્યું છે.

Junagadh: યુનિટીમાર્ચના ભાગરૂપે પદયાત્રાનું આયોજન વિશેષ મહત્વનું છે

ઉલ્લેખનીય છે કે, ૧૯૪૭ની ૯મી નવેમ્બરે જુનાગઢ નવાબી સાશનમાંથી આઝાદ થઈને ભારતમાં ભળ્યું હતું તેને જુનાગઢ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના મહત્વપૂર્ણ યોગદાનથી જુનાગઢ ભારતમાં ભળવાના આ યાદગાર દિવસે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે યુનિટીમાર્ચના ભાગરૂપે પદયાત્રાનું આયોજન વિશેષ મહત્વનું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પદયાત્રાનો આજે સવારે ૭ કલાકે પ્રારંભ કરાવ્યો છે. જેમાં જુનાગઢ જિલ્લા પ્રભારી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા સહ પ્રભારી, કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયા તથા જુનાગઢના મેયર ધર્મેશ પોશિયા અને ધારાસભ્ય તથા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં છે. આ પદયાત્રામાં સમાજના તમામ વર્ગો, કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી., એન.એસ.એસ., માય ભારત વોલંટીયર્સ, સહકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો, ઔદ્યોગિક સંગઠનો, વાણિજ્ય સંગઠનો, ધાર્મિક સંસ્થાનો, સ્થાનિક સાધુ-સંતો, ઇન્ફ્લુએન્સર્સ, પૂર્વ સૈનિકો અને પરિવાર, રમતવીરો, પ્રગતિશીલ કિસાનો, પ્રબુદ્ધ નાગરિકો, કામદારો, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો સહભાગી થયા અને આત્મનિર્ભર ભારતના શપથ લીધા છે.

આ પણ વાંચો: Gujarat: મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, અડાલજ પાસેથી ISISના 3 આતંકીની ધરપકડ

 

Tags :
Bhupendra PatelGujaratJunagadhsardar patelUnity March
Next Article