Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: બિલ્ડરે અમરેલીમાં શહીદના દીકરાને થાળીમાં ભરીને રૂ. 21 લાખ આપ્યા

શહીદ જવાનના દીકરા અને પત્નીને રડતો જોઈને સુરતના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હ્રદય દ્રવી ઉઠ્યું
surat  બિલ્ડરે અમરેલીમાં શહીદના દીકરાને થાળીમાં ભરીને રૂ  21 લાખ આપ્યા
Advertisement
  • Surat ના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું
  • બિલ્ડર વિજય ભરવાડ હાલ ગોકુલ ડેવલપર્સ મેનેજિંગ ડિરેક્ટર
  • કારનો કાફલો લઈ સુરતથી અમરેલી મદદે દોડી ગયા હતા

Surat ના બિલ્ડરે અમરેલીમાં શહીદના દીકરાને થાળીમાં ભરીને રૂપિયા 21 લાખ આપ્યા છે. જેમાં સમાજના લોકો સાથે ભેગા મળી 21 લાખનું દાન કર્યું છે. ઓપરેશન મહાદેવમાં શહીદ જવાનના પરિવારને રડતો જોઈ સુરતના વિજયભાઈનું હ્રદય દ્રવી ઊઠ્યું હતું. જેમાં કારનો કાફલો લઈ સુરતથી અમરેલી મદદે દોડી ગયા હતા.

બિલ્ડર વિજય ભરવાડ હાલ ગોકુલ ડેવલપર્સ મેનેજિંગ ડિરેક્ટર

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભુવા 18 સપ્ટેમ્બર, 2025ના રોજ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ માટે ફરજ દરમિયાન શહીદ થયા હતા. તેમાં રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનના 20 સપ્ટેમ્બરના રોજ તેમના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Advertisement

Surat થી કારનો કાફલો લઈને શહીદના ઘરે પહોંચ્યા હતા

શહીદ જવાનના દીકરા અને પત્નીને રડતો જોઈને સુરતના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું. જેને પગલે તેઓ કારનો કાફલો લઈને શહીદના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે થાળીમાં ભરીને 21 લાખની મદદ કરી છે. બિલ્ડર વિજય ભરવાડ હાલ ગોકુલ ડેવલપર્સ મેનેજિંગ ડિરેક્ટર છે.

Advertisement

જાણો વિજયભાઈ ભરવાડ વિશે

1977માં જન્મેલા વિજયભાઈનું મૂળવતન ધંધુકાનું ભડિયાદ (પીર) છે. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેમણે ધો.12 સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ તેઓ ગોકુલ ડેવલપર્સ મેનેજિંગ ડિરેક્ટર છે. વિજયભાઈ ભરવાડ હાલમાં માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તથા ગોવાળીયાધામ દ્વારકાના ટ્રસ્ટી છે. તેમજ દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજના પ્રમુખ તરીકે સેવા આપી છે. તેમજ કિરણ હોસ્પિટલ, સુરતના ટ્રસ્ટી તથા મારુતી વીર જવાન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગોવાળીયાધામ જૂનાગઢના ટ્રસ્ટી છે.

આ પણ વાંચો: WhatsApp એકાઉન્ટ હેક થાય તો પહેલા કરો આ કામ અને મોટા નુકસાનથી બચો

Tags :
Advertisement

.

×